Zaheer Iqbal-Sonakshi Sinha video: બોલીવુડનું ન્યુલી વેડ કપલ એટલે કે સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ લગ્ન પછી હવે પોતાનો હનીમૂન પિરિયડ માણી રહ્યા છે. સોનાક્ષી સિંહા તેના લગ્ન પહેલાથી સતત ચર્ચામાં છે. લગ્ન પછી બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે હનીમૂન પર નીકળી ગયા છે. હનીમૂન પર પહોંચ્યા પછી સોનાક્ષી સિંહા સતત નવા નવા ફોટો અને વિડીયો શેર કરી રહી છે. સોનાક્ષી સિંહાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોનાક્ષી સિંહાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર હનીમૂનની કેટલીક તસવીરો અને ફોટો શેર કર્યા હતા. ઈંસ્ટાગ્રામના સ્ટોરી સેગમેન્ટમાં તેણે આ તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં બંને સ્વિમિંગ પૂલમાં ચીલ કરી રહ્યા હોય તેવું જોવા મળતું હતું. આ સિવાય એક વિડીયો પણ તેને શેર કર્યો હતો જેમાં તે પુલ કિનારે પતિ સાથે બેઠી હતી.
આ પણ વાંચો: શત્રુઘ્ન સિંહાના સ્વાસ્થ્ય અંગે દીકરા લવ એ આપી જાણકારી, જણાવ્યું તબિયત બગડવાનું કારણ
જોકે સોનાક્ષી સિંહાએ વાત જણાવી નથી કે બંને હનીમૂન માટે ક્યાં ગયા છે? સોનાક્ષી સિંહાની પુલમાં ચીલ કરતી તસવીરો ઉપરાંત એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં જહીર અને સોનાક્ષી કોઈ રેસ્ટોરન્ટમાં ભોજન લઈ રહ્યા છે અને સોનાક્ષી ખડખડાટ હસી રહી છે. ઝહીરે આ વીડિયોમાં એવું લખ્યું હતું કે સોનાક્ષી તેના પર રાડો પાડવાની હતી પરંતુ તેણે એવું કંઈક કર્યું કે તે ખડખડાટ હસી પડી.
મહત્વનું છે કે ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાએ પરિવારના લોકો અને નજીકના મિત્રોની હાજરીમાં 23 જૂને કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ પછી બંનેએ શાનદાર વેડિંગ રિસેપ્શન પણ રાખ્યું હતું. આ રિસેપ્શનમાં બોલીવુડની દિગજ હસ્તીઓ પહોંચી હતી અને બધાએ ખૂબ મજા માણી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે