Home> Entertainment
Advertisement
Prev
Next

જેએનયૂ હિંસા અને દીપિકાની મુલાકાત પર સોનાક્ષી સિન્હાએ કર્યું ટ્વીટ


જેએનયૂમાં થયેલી હિંસા અને ત્યાં પીદિકા પાદુકોણની મુલાકાતને લઈને બોલીવુડના લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે. કાર્તિક આર્યન બાદ સોનાક્ષી સિન્હાએ તેની પ્રશંસા કરી છે. 

જેએનયૂ હિંસા અને દીપિકાની મુલાકાત પર સોનાક્ષી સિન્હાએ કર્યું ટ્વીટ

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણની જેએનયૂ મુલાકાત પર સતત પ્રતિક્રિયાઓ આપી રહી છે. જ્યાં અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે તેને દીપિકાના ફિલ્મનું પ્રમોશન ગણાવ્યું તો કાર્તિક આર્યને દીપિકાની પ્રશંસા કરી છે. 

fallbacks

આ વચ્ચે સોનાક્ષી સિન્હાએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેણે દીપિકા પાદુકોણની પ્રશંસા કરી છે અને લખ્યું છે, તમે કોઈપણ પાર્ટીને સમર્થન કરતા હોવ, શું તમે હિંસાને સમર્થન કરો છો? શું લોહીથી ખરડાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોની તસવીરો જોઈને તમે હલી ગયા નથી? હવે આપણે હાથ પર હાથ રાખીને ન બેસી શકીએ. દીપિકાનું ત્યાં જવું અને બાકી લોકોએ અવાજ ઉઠાવ્યો તે પ્રશંસાપાત્ર છે. આ ચુપ રહેવાનો સમય નથી. 

મહત્વનું છે કે રવિવારે સાંજે જેએનયૂમાં માસ્ક પહેરીને કેટલાક ગુંડાઓએ વિદ્યાર્થીઓ અને ટીચરો પર હુમલો કર્યો અને કેમ્પસની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ દીપિકા પાદુકોણ મંગળવારે જેએનયૂ કેમ્પસ પહોંચી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળી હતી. દીપિકાની આ મુલાકાત કેટલાક લોકોને પસંદ ન આવી અને તેણે છપાકનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મ છપાલ જે એક એસિડ એટેક સર્વાઇવર પર આધારિત છે, 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More