મુંબઈ : બોલિવૂડની ફેશનેબલ હિરોઇન ગણાતી સોનમ કપૂરે ગયા વર્ષે મે મહિનામાં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં ધામધૂમથી સોનમ અને આનંદના લગ્ન થયા હતા. લગ્નની થયા બાદ તરત જ એક્ટ્રેસે નામ બદલીને સોનમ કપૂર આહુજા કર્યું હતું. હવે લગ્નના 9 મહિના બાદ ફરીવાર સોનમે નામ બદલી નાખ્યું છે.
બીજા લગ્ન પછી રજનીકાંતની દીકરીએ હોંશેહોંશે પોસ્ટ કરી હનીમૂનની તસવીરો, જગ્યા છે જોરદાર
હાલમાં સોનમે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નામ બદલી નાખ્યું છે. ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી એક્ટ્રેસનું નામ સોનમ કે. આહુજા હતું. હવે સોનમે સોશિયલ મીડિયા પર નામ બદલીને ઝોયા સિંહ સોલંકી રાખ્યું છે. જોકે સોનમના આ નામ બદલવા પાછળ મજબૂત કારણ છે અને આ કારણ છે સોનમની આગામી ફિલ્મ.
સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સોનમ સાથે પિતા અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ જોવા મળ્યા. હવે સોનમ કપૂર નેક્સ્ટ ફિલ્મની તૈયારીમાં લાગી છે. સોનમ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળશે. સોનમ સાથે દલકીર સલમાન લીડ રોલમાં જોવા મળશે. સોનમે ફિલ્મના પ્રમોશન માટે નામ બદલ્યું છે. સોનમના કેરેક્ટરનું નામ ઝોયા સિંહ સોલંકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે