Home> Entertainment
Advertisement
Prev
Next

આ બનશે અનિલ કપૂરનો લેટેસ્ટ જમાઈ, સોનમે ખોલી નાખ્યો નાની બહેનની લવસ્ટોરીનો ચિઠ્ઠો

સોનમ કપૂર અને અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા...' આજે રિલીઝ થઈ છે

આ બનશે અનિલ કપૂરનો લેટેસ્ટ જમાઈ, સોનમે ખોલી નાખ્યો નાની બહેનની લવસ્ટોરીનો ચિઠ્ઠો

મુંબઈ : સોનમ કપૂર અને અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા...' આજે રિલીઝ થઈ છે અને ફિલ્મને સારા રિવ્યુ મળ્યા છે. હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનમે પોતાની નાની બહેન રિયાના પ્રેમપ્રકરણનો ખુલાસો કરી દીધો છે. Zoom ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનમે જણાવ્યું છે કે રિયા અને કરણ બુલાની છેલ્લા 10 વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે અને તેને તેમના લગ્નનો નિર્ણય સાંભળીને ચોક્કસ આનંદ થશે. જોકે મને નથી લાગતું કે તેઓ આ વર્ષે પણ લગ્ન કરે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy Sunday! 🌞

A post shared by Rhea Kapoor (@rheakapoor) on

ફિલ્મ નિર્માતા રિયા કપૂરના બોયફ્રેન્ડનું નામ કરણ બુલાની છે. કરણ ગર્લફ્રેન્ડ રિયાના તમામ ફેમિલી ફંક્શનમાં હાજર રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર સોનમના લગ્નના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે જેમાં તે રિયા અને સોનમ કપૂર સાથે જોવા મળ્યો છે.

રણવીર સિંહ બરાબર ઓળઘોળ છે પત્ની દીપિકા પર, આ Viral Video છે પુરાવો

કરણ એક ફિલ્મ દિગ્દર્શક છે. તેણે ‘આયેશા’ અને ‘વેક અપ સિદ’ માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. વધુમાં, તેણે શોર્ટ ફિલ્મ ‘ધ ઓડિશન’નું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત તે ટીવી શોના પ્રોડક્શન ટીમનો પણ ભાગ છે. એવું કહેવાય છે કે અનિલ કપૂર કરણને ખૂબ પસંદ કરે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More