Home> Entertainment
Advertisement
Prev
Next

જયા બચ્ચનના સમર્થનમાં સોનમ કપૂરનું ટ્વીટ, સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ

Sonam Kapoor Supports Jaya Bachchan On Her Statement: જયા બચ્ચને હાલમાં રાજ્યસભામાં કહ્યું કે, જે લોકો બોલીવુડમાંથી નામના મેળવે છે, તે આગળ જઈને તેની છબી ખરાબ કરે છે. 

 જયા બચ્ચનના સમર્થનમાં સોનમ કપૂરનું ટ્વીટ, સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ

નવી દિલ્હીઃ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચને આપેલા નિવેદન પર હવે સોનમ કપૂર તેમના સમર્થનમાં આવી છે. મહત્વનું છે કે જયા બચ્ચને રાજ્યસભામાં હાલમાં કહ્યું કે, જે લોકો બોલીવુડથી નામના મેળવે છે, તે આગળ ચાલીને તેની છબી ખરાબ કરે છે. તેમના નિશાના પર કંગના રનૌત અને રવિ કિશન જેવા લોકો હતા. રવિ કિશને કહ્યુ હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સનું સેવન થાય છે. 

fallbacks

ફિલ્મમેકર અનુભવ સિન્હાએ પણ જયા બચ્ચનની પ્રશંસા કરી અને વીડિયો ક્લિપ શેર કરતા લખ્યુ, જયા જીને સાદર પ્રમાણ મોકલુ છું. જેને ખ્યાલ નથી તે જોઈલે. કરોડરજજુ આવી દેખાઈ છે. 

સોનમ કપૂર અને ફરહાન અખ્તરનો જવાબ
અનુભવના ટ્વીટ પર રિપ્લાઈ કરતા સોનમે લખ્યું, જ્યારે હું મોટી થઈ જાવ તો આવી બનવા ઈચ્છુ છું. ફરહાન અખ્તરે પણ જયા બચ્ચનની પ્રશંસા કરી અને લખ્યુ, રિસ્પેક્ટ, જ્યારે પણ જરૂર હોય છે, તેઓ આવા મુદ્દા પર ઊભા થાય છે. 

જયા બચ્ચને શું કહ્યું હતું?
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે પોતાના નિવેદનમાં જયા બચ્ચને કહ્યું, 'કેટલાક લોકોને કારણે તમે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છબી ખરાબ ન કરી શકો. હું શરમમાં છું કે કાલે લોકસભામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમારા એક સભ્યએ તેની વિરુદ્ધ વાત કરી. આ શરમજનક છે. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સોશિયલ મીડિયા દ્વારા ભડકાવવામાં આવી રહ્યાં છે. જે લોકોએ ઈન્ડસ્ટ્રીમાં નામના મેળવી, હવે તે તેને ગટર ગણાવી રહ્યાં છે. હું સંપૂર્ણ રીતે અસહમત છું. આશા છે કે સરકાર આવા લોકોને કહેશે કે આવી ભાષાનો ઉપયોગ ન કરે.'

કંગના પછી હવે રવિ કિશને Jaya Bachchan પર કર્યો પલટવાર, જાણો શું કહ્યું?

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More