Sonam Kapoor Anand Ahuja Delhi Residence Robbery: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના સાસરીમાં થયેલી ચોરીની ગુથ્થી ઉકેલાઈ ગઈ છે. ગત દિવસોમાં અહેવાલ સામે આવ્યા હતા કે અભિનેત્રીના દિલ્હીવાળા ઘરમાં 2.4 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી થઈ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ ચોર પોલીસની કસ્ટડીમાં આવી ચૂક્યો છે. આ ચોરી એક નર્સના પતિએ ફેબ્રુઆરીમાં કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ નર્સને સોનમ કપૂરની સાસુની સાર સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી.
સોનમ કપૂરની સાસુની દેખભાળ કરતી હતી નર્સ
પોલીસે બુધવારે જણાવ્યું છે કે, અપર્ણા રૂથ વિલ્સન સોનમ કપૂરની સાસુની દેખભાળ કરતી હતી અને તેનો પતિ નરેશ કુમાર સાગર, શકરપુરમાં એક ખાનગી ફર્મમાં એકાઉન્ટર છે.
20થી વધુ લોકો કરે છે ઘરમાં કામ
પોલીસે જણાવ્યું છે કે ચોરી 11 ફેબ્રુઆરીએ થઈ હતી અને 23 ફેબ્રુઆરીએ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ફરિયાદકર્તા સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહૂજાના ઘરનો મેનેજર હતો. આ ઘરમાં કુલ 20થી વધુ લોકો કામ કરે છે.
2.4 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી
સોનમ અને તેના પતિના મેનેજરે ફરિયાદ કરી હતી કે, તેમના ઘરમાંથી 2.4 કરોડ રૂપિયામાં અમુક રોકડ અને ઘરેણાની ચોરી થઈ ગઈ છે. પોલીસ ઈન્સેક્ટરે જણાવ્યું હતું કે, દંપતિની ચોરી વિશે 11 ફેબ્રુઆરીએ ખબર પડી હતી, પરંતુ તેમણે 23 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.
નર્સ અને તેના પતિની ધરપકડ
સમાચાર એજન્સી પીટીઆઈના મતે, એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસની અપરાધ શાખાએ નવી દિલ્હી જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ બ્રાંચની એક ટીમની સાથે મંગળવાર રાત્રે સરિતા વિહારમાં છાપેમારી કરી. તેમણે નર્સ વિલ્સન અને તેના પતિ બન્ને જણાંની ધરપકડ કરી લીધી. બન્ને જણાંની ઉંમર 31 વર્ષની છે. સૂત્રોએ જણાવ્યું કે ચોરીના ઘરેણા અને રોકડ હજુ સુધી મળી શક્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે