Home> Entertainment
Advertisement
Prev
Next

સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ કર્યું મોટું કામ, જાણીને થાબડશો પીઠ!

સોનમ કપૂરની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટર છે જેમાં તેની સાથે દલકેર સલમાન છે. આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે.

સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ કર્યું મોટું કામ, જાણીને થાબડશો પીઠ!

નવી દિલ્હી : અભિનેત્રી સોનમ કપૂર આહુજાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેનો પતિ અને બિઝનેસમેન આનંદ આહુજા તેનો સોથી મોટો ચિયરલીડર છે. શનિવારે ફિક્કી લેડીઝ ઓર્ગનાઇઝેશનના 35મા એન્યુઅલ ફંક્શન દરમિયાન સોનમે લૈંગિક સમાનતા વિશે વાત કરીને જણાવ્યું કે તેનો પતિ તેનો મોટો સમર્થક છે. સોનમે માહિતી આપી છે કે બોલિવૂડમાં તેને બરોબરીનું સ્થાન નથી મળ્યું પણ એક મહિલા જ સમજવામાં આવી હતી. મને બહુ જલ્દી આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે મહિલાઓએ બાંધછોડ કરવાની કોઈ જરૂર નથી.

fallbacks

પોતાના એક નિવેદનમાં સોનમે કહ્યું છે કે કલા સમાજનું પ્રતિબિંબ છે. લગ્ન પછી મારા પતિ મારા ચિયરલીડર છે. મને પોતાનું સમર્થન આપવા માટે તેમણે પોતાની સાથે મારું નામ જોડી લીધું અને તેઓ આનંદ સોનમ આહુજા બની ગયા.

ગયા વર્ષે લગ્ન કરનાર સોનમ સાથે આ ખાસ સેશનમાં ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ હાજરી આપી હતી. કરિયરની વાત કરીએ તો સોનમની નેકસ્ટ ફિલ્મ ધ ઝોયા ફેક્ટર છે જેમાં તેની સાથે દલકેર સલમાન છે. આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More