નવી દિલ્હીઃ બોલિવૂડમાં હિરોઇનો વધુ સારા દેખાવા માટે વિવિધ પ્રકારના ડ્રેસ પહેરતી હોય છે, પરંતુ કેટલીકવાર અભિનેત્રીઓ આવા કપડાઓને કારણે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની જાય છે. અભિનેત્રીઓની ઉફ્ફ મોમેન્ટ સોશિયલ મીડિયા ટ્રોલર્સની નજરથી બચી શકતી નથી અને વીડિયો જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ ઘણી વખત ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. સોનમ કપૂરને તેની ફેશન સેન્સના કારણે સ્ટાઈલિશ ક્વીન કહેવામાં આવે છે, પરંતુ સ્ટાઈલના ચક્કરમાં સોનમ પણ ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની છે.
સોનમ કપૂરની સાથે બન્યું વાર્ડરોબ માલફંક્શન
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનો એક વીડિયો હાલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોનમ કપૂર (Sonam Kapoor) દરરોજ તેના આઉટફિટ્સ સાથે અવનવા એક્સપેરિમેન્ટ કરતી રહે છે, પરંતુ આ વખતે તેમની સ્ટાઈલ તેમના પર ભારે પડી ગઈ હતી. અભિનેત્રીએ એક ઇવેન્ટ માટે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી પહેરી હતી, જેમાં સોનમે એક શર્ટ સાથે પેયર કર્યું હતું. અભિનેત્રી સમગ્ર ઇવેન્ટ દરમિયાન તેમના કપડાને લઈને કંફર્ટેબલ નહોતી. સોનમ સ્પીચ આપવા માટે ઉભી થઈ અને તે સાડીમાં ફસાઈને પડવા જેવી થઈ ગઈ હતી, ત્યાં હાજર લોકોએ સોનમને સંભાળી હતી.
ઈવેન્ટમાં સોનમને Oops મોમેન્ટનો શિકાર બનવું પડ્યું
આ દરમિયાન સોનમ કપૂરના શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની જાય છે. અભિનેત્રી જેમ તેમ કરીને આ મોમેન્ટને સંભાળીને આગળ વધે છે. વીડિયોમાં તે પોડિયમ પર ઉભી રહીને પોતાના શર્ટની બટન બંધ કરતી જોવા મળી રહી છે. જોકે, આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ન ઈચ્છતા પણ અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. સમગ્ર વિડીયોમાં અભિનેત્રી વારંવાર પોતાનો શર્ટ ઠીક કરતી જોવા મળી રહી છે.
સોનમના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી
વેલ, સોનમ કપૂર (Sonam Kapoor) ના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી. આ ઉફ્ફ ક્ષણ પછી પણ તેના ચહેરા પર કોઈ ફેરફાર જોવા મળ્યા નહોતા અને તેણે પોતાની જાતને શાનદાર રીતે સંભાળી હતી. આ સાથે સોનમના ચહેરા પર સતત સ્મિત પણ જોવા મળ્યું. એટલું જ નહીં, કેમેરાના ડર વગર અભિનેત્રીએ પોતાનો ડ્રેસ બધાની સામે બરાબર કર્યો હતો.
છેલ્લે આ ફિલ્મમાં જોવા મળી હતી
સોનમ કપૂર (Sonam Kapoor)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર' 2019 માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. ફિલ્મમાં સોનમની સામે દલકીર સલમાન હતો. તેમાં અનિલ કપૂરનો કેમિયો પણ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે