Home> Entertainment
Advertisement
Prev
Next

વગર લેવાદેવા ચર્ચાસ્પદ શાહીનબાગ મુદ્દે કૂદી પર અનિલની દીકરી, કહી દીધી મોટી વાત

નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધી પ્રદર્શન કેન્દ્ર બનેલ શાહીન બાગ (Shaheen Bagh) માં શનિવારે સાંજે એક યુવકે ગોળીબાર કર્યું હતું, જેના બાદ ત્યાં અફરાતફરી પેદા થઈ હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને પકડી લીધો હતો. ગોળીબારીની આ ઘટના શાહીનબાગના એ જગ્યાથી થોડેક દૂર એ જગ્યા પર બની હતી, જ્યાં દોઢ મહિનાથી સીએએ વિરોધી ધરણા ચાલુ છે. શનિવારની આ ઘટના બાદ ધરણા પર બેસેલા લોકોમાં ગુસ્સો ભડકી ગયા હતા. લોકોએ દિલ્હી પોલીસની વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. આ મામલામાં હવે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) નું નિવેદન સામે આવ્યું છે.  

વગર લેવાદેવા ચર્ચાસ્પદ શાહીનબાગ મુદ્દે કૂદી પર અનિલની દીકરી, કહી દીધી મોટી વાત

નવી દિલ્હી :નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધી પ્રદર્શન કેન્દ્ર બનેલ શાહીન બાગ (Shaheen Bagh) માં શનિવારે સાંજે એક યુવકે ગોળીબાર કર્યું હતું, જેના બાદ ત્યાં અફરાતફરી પેદા થઈ હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને પકડી લીધો હતો. ગોળીબારીની આ ઘટના શાહીનબાગના એ જગ્યાથી થોડેક દૂર એ જગ્યા પર બની હતી, જ્યાં દોઢ મહિનાથી સીએએ વિરોધી ધરણા ચાલુ છે. શનિવારની આ ઘટના બાદ ધરણા પર બેસેલા લોકોમાં ગુસ્સો ભડકી ગયા હતા. લોકોએ દિલ્હી પોલીસની વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. આ મામલામાં હવે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) નું નિવેદન સામે આવ્યું છે.  

fallbacks

રસ્તા પર ઉભા રહીને સસ્તી ચિકન બિરયાની ખાવાની આદત હોય તો જરૂર વાંચી લો આ કામના ન્યૂઝ

fallbacks

સોનમ કપૂરે રવિવારે ટ્વિટ કરીને લખ્યું કે, આ એક એવી બાબત છે, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભારતમાં આવું પણ થશે. લોકોમાં ભાગલા પાડનારી આ ખતરનાક રાજનીતિને રોકો. તે નફરતને વધારી રહી છે. જો તમે હિન્દુ ધર્મમાં માનો છો તો સમજો કે આ ધર્મ ‘કર્મ અને ધર્મ’નો છે અને તે બંનેમાંથી કંઈ પણ નથી.

પત્રકારોને ચેક આપવાનો વિવાદ વકર્યો, રાજકોટ કલેક્ટરે સ્પષ્ટતા કરીને કહ્યું કે...

fallbacks

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરની બોલિવુડની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. નીરજામાં તેના અભિનયના ભારે વખાણ થયા હતા. સલમાન ખાનની સાથે પ્રેમ રતન ધન પાયો, વીરે ડી વેડિંગ, પેડમેન, રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ તેની ફેમસ ફિલ્મો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલિવૂડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More