Home> Entertainment
Advertisement
Prev
Next

'સિંબા'નું પહેલું ગીત રિલીઝ, સુપરહિટ સોંગનું રિમેક સાંભળીને મન થઈ જશે નાચવાનું

રણવીર અને સારાને ચમકાવતી આ ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે

'સિંબા'નું પહેલું ગીત રિલીઝ, સુપરહિટ સોંગનું રિમેક સાંભળીને મન થઈ જશે નાચવાનું

નવી દિલ્હી : ફિલ્મમેકર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સિંબા'નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત જુની ફિલ્મ 'તેરે મેરે સપને'ના સુપરહિટ ગીત 'આંખ મારે'નું રિમિક્સ છે. આ ગીતમાં રણવીર અને સારા ટિપિકલ બોલિવૂડ સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળે છે. રોહિત શેટ્ટીની ખાસિયત એ છે કે તેની દરેક ફિલ્મમાં ગાડીઓ સાથે એક ગીત ચોક્કસપણે જોવા મળે છે અને આ ગીતનું શૂટિંગ એ સ્ટાઇલમાં જોવા મળી રહ્યું છે. આ ગીતમાં રણવીર અને સારા વચ્ચે કેમિસ્ટ્રી ગજબની છે.

fallbacks

ફિલ્મ 'તેરે મેરે સપને'માં આ ગીતને કુમાર સાનુ તેમજ કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું હતું પણ નવા ગીતમાં મીકા સિંહ તેમજ નેહા કક્કડનો અવાજ સાંભળવા મળે છે.  આ ગીતના અંતમાં રોહિત શેટ્ટીની સુપરહિટ ગોલમાલ સિરિઝના એક્ટર્સ અરશદ વારસી, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને તુષાર કપૂર જોવા મળી રહ્યા છે. 

પ્રિયંકા ચોપડાએ રિસેપ્શનમાં આવેલા વડાપ્રધાનને કહી દીધી મોટી વાત, કહ્યું કે...

નોંધનીય છે કે 'તેરે મેરે સપને'માં પણ એક્ટર અરશદ વારસી પણ જોવા મળ્યો હતો. એ ફિલ્મ ખાસ હિટ નહોતી ગઈ પણ તેનું ગીત સુપરહિટ સાબિત થયું હતું. હવે આ ગીતનું રિમેક સાંભળવા મળશે. 'સિંબા'માં રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની જોડી પહેલીવાર સાથે કામ કરી રહી છે. રોહિત શેટ્ટી મસાલા ફિલ્મોના કિંગ ગણાય છે અને દર્શકો તેની ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. રોહિતની છેલ્લી ફિલ્મ 'ગોલમાલ અગેઇન' બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી. રણવીર હવે 'સિંબા' સિવાય 'ગલ્લી બોય'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. રણવીરની 'સિંબા' આ વર્ષે 28 ડિસેમ્બરે જ્યારે 'ગલ્લી બોય' આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More