નવી દિલ્હીઃ સોનૂ સૂદ (Sonu Sood)નો 30 જુલાઈએ 47મો જન્મદિવસ છે. તેનો જન્મ 30 જુલાઈ, 1973મા થયો હતો. તે પંજાબના મોંગા જિલ્લા સાથે સંબંધ ધરાવે છે. જન્મ બાદ તેણે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ મેળવ્યું અને આગળનો અભ્યાસ નાગપુરમાં કર્યો હતો. સોનૂએ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તેના મનમાં અભિનયનો વિચાર આવ્યો હતો અને તેણે મોડલિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ મિસ્ટર ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. સોનૂ સૂદના જન્મદિવસ પર તેના જીવનની રસપ્રદ વાતો જાણો..
સોનૂએ એક્ટિંગ કરિયરની શરૂઆત 1999મા તમિલ ફિલ્મ કલ્લાઝાગરથી કરી હતી. સોનૂએ 2002મા બોલીવુડમાં ફિલ્મ શહીદ એ આઝમથી પર્દાપણ કર્યું, જેમાં તેણે ભગતસિંહની ભૂમિકા ભજવી હતી. સોનૂએ તમિલ, તેલુગૂ, કન્નડ, હિન્દી અને પંજાબી ભાષામાં ફિલ્મો કરી છે. સોનૂએ બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી છે. પરંતુ વર્ષ 2010મા સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી તેના કરિયરને અલગ દિશા મળી હતી. દબંગમાં તેને નેગેટિવ રોલ માટે આઇફા એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં સોનૂએ વિલનની ભૂમિકા ભજવી હતી.
તે તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમીની સાથે આશિક બનાયા આપનેમાં પણ કામ કરી ચુક્યો છે. સોનૂએ ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા અને હેપ્પી ન્યૂ યરમાં પણ કામ કર્યું હતું. સોનૂ સુષ્મિતા સેનની સાથે ટીવી કોમેડી શોને જજ પણ કરી ચુક્યો છે. સોનૂને અસલી ઓળખ ફિલ્મ યુવાથી મળી હતી. ત્યારબાદ તેણે કહાં હો તુમ, શીશા, આશિક બનાયા આપને, જોધા અકબર, એક વિવાહ એસા ભી, દબંગ, બુડ્ઢા હોગા તેરા બાપ, મેક્સિમમ, રમૈયા વસ્તાવૈયા, આર.. રાજકુમાર અને હેપ્પી ન્યૂ યરમાં કામ કરી ચુક્યો છે.
સોનૂ છેલ્લા કેટલાક સમયથી કોરોના કાળમાં પ્રવાસી મજૂરોને તેના ઘરે પહોંચાડવામાં મદદ કરવાને કારણે ચર્ચામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં તેની ખુબ પ્રશંસા થઈ હતી. તે હજુ પણ લોકોની મદદ કરી રહ્યો છે. હાલમાં તેણે અભિનેતા અનુપમ શ્યામની મદદદ માટે પણ હાથ લંબાવ્યો હતો. આ સાથે બિહારના એક વ્યક્તિએ ઘર પહોંચ્યા બાદ તેની મૂર્તિ બનાવવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ અભિનેતાએ ના પાડી અને કહ્યું કે, જે પૈસા મૂર્તિ બનાવવામાં લાગશે તેનાથી ગરીબોને મદદ કરો.
મહત્વનું છે કે સોનૂ હવે પોતાના જન્મદિવસની ઉજવણી કરતો નથી. તેની પાછળ એક ખાસ કારણ છે. સોનૂએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, તેમના માતાના નિધન બાદ તેણે પોતાનો જન્મદિવસ ઉજવવાનો બંધ કરી દીધો હતો. તે જન્મદિવસ પર પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય પસાર કરે છે. સોનાના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્નને 26 વર્ષ થઈ જયા છે. તેની પત્નીનું નામ સોનાલી છે, તેની પત્ની મીડિયાની લાઇમલાઇટથી દૂર રહે છે. સોનૂની મુલાકાત સોનાલી સાથે એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન થઈ હતી. બંન્નેએ 25 ડિસેમ્બર 1996ના લગ્ન કરી લીધા હતા. બંન્ને અલગ-અલગ રાજ્યોથી છે. સોનૂ પંજાબી અને સોનાલી તમિલ છે. સોનૂએ જણાવ્યુ હતું કે, સોનાલી તેના જીવનમાં આવનારી પ્રથમ યુવતી હતી. બંન્નેને બે પુત્ર આયાન અને ઈશાંત છે. સોનૂની મોનિકા અને માલવિકા નામની બે બહેનો પણ છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે