ઝી મીડિયા/બ્યૂરો :એક્ટ્રેસ સૌંદર્ય શર્મા (Soundarya Sharma) એ કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે પોતાની ટી-શર્ટે માસ્કમાં બદલી દીધી છે. તે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકાના લોસ એન્જેલસમાં ફસાયેલી છે. સૌંદર્યાએ એક વીડિયો શેર કર્યો છે, તેમાં તે માસ્ક બનાવતી નજર આવી રહી છે.
તેણે કહ્યું કે, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર દુનિયા માસ્કની અછતનો સામનો કરી રહી છે. હાલ હું માસ્ક ખરીદવા બહાર જવા માટે સક્ષમ નથી. ત્યારે પોતાના માટે માસ્ક બનાવવાનો વિચાર મારા દિમાગમાં આવ્યો અને કેટલાક નવા પ્રયાસો બાદ હવે હું માસ્ક બનાવવામાં સફળ રહી છું.
તેણે આગળ લખ્યું છે કે, મેં હાલ આ સમયમાં ટ્યુટોરિયલ બનવાનો પણ નિર્ણય લીધો છે. મને આશા છે કે, કોઈને જરૂર હોય તો તેઓ આ વીડિયો જોઈને પોતાના માટે માસ્ક બનાવી શકે છે. અહી અમેરિકામાં સ્થિતિ બહુ જ ગંભીર છે. અને હું કોઈ પ્રકારની માહિતીની રાહ જોઈ રહી છું કે હુ જલ્દી જ ભારત પરત ફરી શકું.
એક્ટ્રેસ લોસ એન્જલસમાં ભારતીય સમાજ માટે રૂપિયા એકઠા કરવાનું પણ શરૂ કરી દીધું છે. જેઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોરોના વાયરસથી પ્રભાવિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે