Home> Entertainment
Advertisement
Prev
Next

સાઉથ એક્ટ્રેસનો મોટો ખુલાસો, ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે મારી સાથે જે કર્યું તે હું ક્યારે નહીં ભુલી શકું

Nikki Tamboli South Movie Experience: નિક્કી તંબોલીએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો કરી છે. તેણે તેના જીવનનો એક જુનો કિસ્સો શેર કર્યો છે. નિક્કીએ જણાવ્યું કે, ડાયરેક્ટરના વ્યવહારથી તેર રડતી હતી.

સાઉથ એક્ટ્રેસનો મોટો ખુલાસો, ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે મારી સાથે જે કર્યું તે હું ક્યારે નહીં ભુલી શકું

Nikki Tamboli South Movie Experience: નિક્કી તંબોલીએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો કરી છે. ત્યારે નિક્કી તંબોલીનું એક નિવેદન ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન નિક્કીએ જણાવ્યું હતું કે, સાઉથ ઇન્ડસ્ટ્રીના એક ડાયરેક્ટરે તેની સાથે એવો વ્યવહાર કર્યો હતો કે તે ઘરે આવીને રડવા લાગી હતી. નિક્કીએ કહ્યું કે, તેનું ફિલ્મના સેટ પર અપમાન કરવામાં આવતું હતું.

fallbacks

તમને જણાવી દઈએ કે, નિક્કી તંબોલી સાઉથ ફિલ્મોનો એક ભાગ રહી ચૂકી છે. શરૂઆતના સમયમાં તેણે ઘણું સ્ટ્રગલ કર્યું હતું. નિક્કીએ બીગ બોસ 14 માં ભાગ લીધો હતો અને હિન્દી દર્શકોની વચ્ચે પોતાની ઓળખ બનાવી હતી. હવે તે હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

નિક્કી તંબોલીએ તેના એક ખરાબ અનુભવનો ખુલાસો કર્યો છે. પિંકવિલામાં વાતચીતમાં નિક્કીએ જણાવ્યું કે, મને સાઉથની મારી એક ફિલ્મ યાદ છે. જેમાં ડાયરેક્ટરે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે રીતે નહીં પરંતુ સેટ પર મારી સાથે સારું વર્તન કરી રહ્યા ન હતા. જે મારા કો-ડાન્સર્સ હતા મારાથી વધારે તેમની પ્રશંસા કરી રહ્યા હતા. તેઓ સીધું કહી રહ્યા હતા, ક્યાંથી આવી છે યાર આ.

જ્યારે નિક્કીને પૂછવામાં આવ્યું કે ડાયરેક્ટર તેનું અપમાન કેમ કરી રહ્યો હતો તો તેણે કહ્યું ખબર નહીં. કેમ કે શરૂઆતમાં હું તેમની ભાષા બરોબર બોલી શક્તી ન હતી. તેઓ ઘણા ખરાબ હતા. હું તેમનું નામ નહીં લઉ પરંતુ તે મારા માટે સૌથી ખરાબ અનુભવ હતો. હું ઘરે આવીને રડતી હતી. તેમ છતાં મેં હાર ના માની કેમ કે મને ખબર હતી કે તેમને અફસોસ થશે અને તેમણે મને આજે પણ મેસેજ કર્યો છે. બધાનો સમય બદલાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More