નવી દિલ્હીઃ હિન્દી સિનેમા જગતની મહાન અદાકાર અભિનેત્રી શ્રી દેવીની નસ-નસમાં અભિનય હતો... બાળપણથી લઇને છેલ્લે સુધી અભિનેત્રીએ અઢળક ફિલ્મોમાં કામ કર્યું. ભલે આજે આપણી વચ્ચે આ અભિનેત્રી નથી પરંતુ તેની જિંદગી સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરીશું... જે કિસ્સામાં 13 વર્ષની નાની ઉમરમાં તે માતા બની હતી. એટલે આ વાત રીયલ લાઇફની નથી પરંતુ તેના ફિલ્મી કરિયર સાથે જોડાયેલી છે.
શ્રી દેવીના કરિયરમાં મોટાભાગનો ફાળો સાઉથની ફિલ્મો સાથે જોડાયેલો હતો. શ્રી દેવીએ જ્યારે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગમાં પગ મૂક્યો ત્યારબાદ ઘણી ફિલ્મો ઓફર થવા લાગી... જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે ‘મંદરૂ મુદિચૂ’નામની ફિલ્મ સૌતેલી માતાનો રોલ પ્લે કરવાનો હતો... તે સમયે માત્ર 13 વર્ષની હતી અને તેમનો સૌતેલો પુત્રી બીજું કોઇ નહીં પરંતુ સાઉથ સુપર સ્ટાર રજનીકાંત હતા અને શ્રી દેવીથી ઉંમરમાં પણ ઘણા મોટા હતા... આ રોલ અને આ ફિલ્મ તે સમયે સુપરહિટ સાબિત થઇ હતી.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર
આ ફિલ્મમાં માતા-પુત્રનો અભિનય દર્શકોને સ્ક્રિન પર ખૂબ જ પસંદ પડ્યો... એટલું જ નહીં ‘મંદરૂ મુદિચૂ’ ફિલ્મ માટે શ્રી દેવીને રજનીકાંત કરતા વધારે ફીસ મળી હતી... એટલે કે, શ્રીદેવીને 5 હજાર અને રજનીકાંતને 2 હજાર રૂપિયાની ફીસ મળી હોવાનું કહેવાય છે... આ જોડીએ ‘મંદરૂ મુદિચૂ’ ફિલ્મ બાદ લગભગ 20 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચોઃ અભિનેત્રીઓએ એવા વ્યક્તિઓને બનાવ્યા પોતાના જીવનસાથી, જેમણે કર્યા બીજા કે ત્રીજા લગ્ન
2018માં દુનિયાને અલવિદા કહી દીધું
શ્રીદેવીનું મૃત્યુ 24 ફેબ્રુઆરી 2018ના રોજ એક અકસ્માતમાં થયું હતું. તે દુબઈમાં લગ્નમાં હાજરી આપવા ગઈ હતી પરંતુ બાથટબમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. જોકે તે બેહોશ થઈ ગઈ અને બાથટબમાં પડી ગઈ અથવા નહાતી વખતે અચાનક બેહોશ થઈ ગઈ, આ રહસ્ય તેમના નિધનની સાથે ચાલ્યું ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે