Home> Entertainment
Advertisement
Prev
Next

Controversial Love Story: કોણ છે આ સુપરસ્ટાર, જેણે પોતાના પરિણીત 'ભાઈ' સાથે કર્યા હતા લગ્ન : થઈ ગઈ હતી પ્રેગનન્ટ


Sridevi Controversial Love Story: શ્રીદેવી અને બોની કપૂરની લવસ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચિત લવસ્ટોરીમાંથી એક છે. એક સમયે મિથુન ચક્રવર્તી સાથે ગળાડૂબ પ્રેમ અને બોનીને રાખડી બાંધવાથી લઈને બોનીના મોના કપૂર સાથેના છૂટાછેડા અને શ્રીદેવીની પ્રેગ્નન્સી સુધીની ચાલો જાણીએ આખી સ્ટોરી...

Controversial Love Story: કોણ છે આ સુપરસ્ટાર, જેણે પોતાના પરિણીત 'ભાઈ' સાથે કર્યા હતા લગ્ન : થઈ ગઈ હતી પ્રેગનન્ટ

Sridevi Controversial Love Story: દિવંગત અભિનેત્રી શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું જીવન ઘણા વિવાદો સાથે જોડાયેલું છે. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુના શિવાકાશીમાં થયો હતો. શ્રીદેવીના પિતા તમિલ અને માતા તેલુગુ હતા, આથી તેમને બંને ભાષાઓ પર પક્કડ હતી. આ ઉપરાંત તે હિન્દી પણ સારી રીતે જાણતી હતી. શ્રીદેવીએ માત્ર 4 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ કંધન કરુનઈથી ડેબ્યૂ કર્યું હતું. તે દિવસોમાં શ્રીદેવી એટલી સારી એક્ટિંગ કરતી હતી કે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો.

fallbacks

આ પણ વાંચો: Veer Zaara: શાહરુખ-પ્રીતિની ફિલ્મ વીર ઝારાનો ક્રેઝ યથાવત, કરી લીધી 100 કરોડની કમાણી

બોની કપૂરને રાખડી બાંધવી પડી હતી

16 વર્ષની ઉંમરે શ્રીદેવીએ હિન્દી ફિલ્મ 'સોલા સાવન'માં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 'મિસ્ટર ઈન્ડિયા', 'ચાંદની' વગેરે જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. શ્રી દેવી પોતાની લવ લાઈફને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. સૌથી પહેલાં શ્રીદેવીનું પરિણીત મિથુન ચક્રવર્તી સાથે અફેર હતું. આ દિવસોમાં તે બોની કપૂરને ભાઈ ગણતી હતી. બોનીની પત્ની મોના પણ અભિનેત્રીની ખાસ મિત્ર હતી. તે સમયે શ્રીદેવીને ઘર બદલવું પડ્યું, આ કારણે મોનાએ શ્રીદેવીને થોડા દિવસો માટે તેના ઘરે રહેવા કહ્યું. જો કે, મિથુનને આ બિલકુલ પસંદ આવ્યું ન હતું, જેના કારણે તેની સાથે ઘણા ઝઘડાઓ થયા હતા. મિથુનને શંકા હતી કે શ્રીદેવી અને બોનીનું અફેર ચાલી રહ્યું છે. આ કારણોસર તે ત્યાં રોકાઈ છે. આવી સ્થિતિમાં બહાર આવવા અને મિથુનને ભરોસો દેખાડવા માટે શ્રીદેવીએ બોનીને રાખડી પણ બાંધી હતી.

આ પણ વાંચો: Ramayana: રામાયણ આધારિત આ આઇકોનિક ફિલ્મ 31 વર્ષ પછી ફિલ્મી પડદે થશે રિલીઝ

શ્રીદેવી બોની સાથે લગ્ન પહેલાં જ ગર્ભવતી હતી

જોકે, વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે મિથુનની પત્ની ગીતા બાલીને શ્રીદેવી સાથેના મિથુનના સંબંધો વિશે ખબર પડી. આવી સ્થિતિમાં ગીતાએ નારાજ થઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મિથુને શ્રીદેવીને છોડી દીધી હતી. આ દુઃખની ઘડીમાં બોની કપૂર શ્રીદેવીનો સહારો બન્યા હતા. આ ઘડીમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બધા તેમને ભાઈ-બહેન માનતા રહ્યા, પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે મોના ભાંગી પડી અને બોનીને છૂટાછેડા આપી દીધા. કહેવાય છે કે જ્યારે બોની અને શ્રીદેવીના લગ્ન થયા ત્યારે તે ગર્ભવતી હતી.

આ પણ વાંચો: અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળ્યા હતા ?

તમને જણાવી દઈએ કે આ લગ્નથી શ્રીદેવી અને બોનીને 2 બાળકો થયા છે. પહેલાં જ્હાનવી કપૂર અને બાદમાં ખુશી કપૂરનો જન્મ થયો. બાદમાં શ્રીદેવીએ બાળકો માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો, પરંતુ ત્યારબાદ 2012માં તેણે ફિલ્મ 'ઈંગ્લિશ-વિંગ્લિશ'થી કમબેક કર્યું હતું. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી તેણે 'મોમ'માં કામ કર્યું. તે છેલ્લે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More