Home> Entertainment
Advertisement
Prev
Next

Sridevi: પડછાયાની જેમ સાથે રહેતી બહેન બની બહેનની દુશ્મન, શ્રીદેવીના સંબંધ બહેન સાથે કેવી રીતે બગડ્યા જાણો

Sridevi Family Controversy: શ્રીદેવીની બહેન શ્રીલતા સાથેની તેની દુશ્મની વિશે ઓછા લોકો જાણે છે. એક સમયે શ્રીલતા તેની બહેન શ્રીદેવીની સાથે પડછાયાની જેમ રહેતી હતી પરંતુ એક ઘટના પછી બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ. આ ઘટના શું હતી આજે તમને જણાવીએ.
 

Sridevi: પડછાયાની જેમ સાથે રહેતી બહેન બની બહેનની દુશ્મન, શ્રીદેવીના સંબંધ બહેન સાથે કેવી રીતે બગડ્યા જાણો

Sridevi Family Controversy: ભારતીય સિનેમાની સૌથી સફળ અભિનેત્રીની વાત કરીએ તો તેમાં શ્રીદેવીનું નામ ટોપ પર આવે છે. શ્રીદેવીના પરિવાર વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ ખૂબ ઓછા લોકો તેની બહેન સાથેની તેની કાનૂની લડાઈ અને દુશ્મની વિશે જાણે છે. શ્રીદેવીની એક સગી બહેન પણ છે જેનું નામ શ્રીલતા છે. એક સમય હતો જ્યારે શ્રીદેવી સાથે તેની માતા અને બહેન શ્રીલતા પડછાયાની જેમ રહેતી હતી. પરંતુ પ્રોપર્ટી સંબંધિત વિવાદના કારણે બંને બહેનો દુશ્મન બની ગઈ. 

fallbacks

આ પણ વાંચો: પરિણીત પુરુષોના પ્રેમમાં પડી બદનામ થઈ આ અભિનેત્રીઓ, બે પર લાગ્યું ઘર તોડનારનું ટેગ

ખૂબ ઓછા લોકો શ્રીદેવી અને શ્રીલતા વચ્ચે થયેલા વિવાદ વિશે જાણે છે, આજે તમને આ ઘટના વિશે જણાવીએ. ફિલ્મોમાં જ્યારે શ્રીદેવીના નામનો સિક્કો ચાલતો હતો ત્યારે શ્રીદેવીની સાથે તેની માં રાજેશ્વરી અને બહેન શ્રીલતા ફિલ્મના સેટ પર જોવા મળતા હતા. પરંતુ જ્યારે શ્રીદેવીની માતાનું નિધન થયું ત્યાર પછી બંને બહેનોના સંબંધ પણ ખરાબ થઈ ગયા. માતાના નિધન પછી શ્રીદેવી અને શ્રીલતા વચ્ચે એવી સમસ્યાઓ શરૂ થઈ જેના કારણે બે સગી બહેનો એકબીજાની દુશ્મન બની ગઈ. 

આ પણ વાંચો: જ્યારે ગુસ્સામાં લાલ અમિતાભ એ રેખા પર ઉપાડ્યો હાથ, ત્રીજી મહિલા હતી ઝઘડાનું કારણ

શ્રીદેવી પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ સાવધાન રહેતી હતી તેના પરિવારમાં શું ચાલે છે તે ક્યારેય જાહેર થયું નહીં પરંતુ શ્રીલતા સાથેના સંબંધો વિશે એવી ચર્ચા થતી હતી કે તેની માતાના નિધન પછી પ્રોપર્ટી સંબંધિત બાબતોના કારણે બંને બહેનોના સંબંધ ખરાબ થયા. 

આ પણ વાંચો:  રેખાને ઘરે બોલાવી જયા બચ્ચને એક વાક્ય કહ્યું અને અમિતાભ - રેખાના સંબંધો પુરા થઈ ગયા

શ્રીદેવીએ તેની માતાના નિધન પછી એ હોસ્પિટલ પર કેસ કર્યો હતો જ્યાં તેની માતાની બ્રેન સર્જરી થઈ હતી. કેસ એવો હતો કે સર્જનની ભૂલના કારણે શ્રીદેવીની માતાનું અવસાન થયું હતું. આ કેસ શ્રીદેવી જીતી ગઈ હતી અને તેને 7.2 કરોડ રૂપિયા તે સમયે વળતર તરીકે મળ્યા હતા. 

આ પણ વાંચો: Manoj Kumar Death: એકમાત્ર એક્ટર જેણે સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને વટથી જીતી પણ ગયા

જે અફવાઓ ચાલે છે તેના પર વિશ્વાસ કરીએ તો શ્રીલતાને આ વળતરની રકમમાંથી પોતાનો ભાગ જોઈતો હતો અને પ્રોપર્ટી સંબંધિત પણ કેટલાક મુદ્દા હતા. પૈસા સંબંધિત બાબતનો વિવાદ એટલો બધો વધી ગયો કે બંને બહેનો કોર્ટમાં પહોંચી હતી. આ કેસમાં શ્રીલતા જીતી ગઈ અને ત્યાર પછી શ્રીદેવી સાથેના તેના સંબંધ ખરાબ થઈ ગયા. 

આ પણ વાંચો: આ અભિનેત્રીઓ વચ્ચે વર્ષોથી છે 36 નો આંકડો, એકબીજાને જાહેરમાં મારી ચુકી છે લાફા

જોકે બોની કપૂર એ બંને બહેનો વચ્ચેના મતભેદને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી પણ ચર્ચા હતી પરંતુ તેમની વચ્ચે ક્યારેય સંબંધ સુધર્યા નહીં. શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે એટલી બધી દુશ્મની હતી કે 2018માં જ્યારે ચેન્નઈમાં શ્રીદેવીની પ્રાર્થના સભા રાખવામાં આવી ત્યારે પણ શ્રીલતાએ હાજરી આપી નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More