Home> Entertainment
Advertisement
Prev
Next

Pushpa Part 2: શ્રીવલ્લીની Pushpa 2 નું શરૂ થઈ રહ્યું છે શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે અલ્લૂ અર્જૂનની ફિલ્મ

Pushpa Part 2: જોકે, આ સવાલનો પાક્કો જવાબ તો હજુ પણ કોઈ પાસે નથી. પરંતુ જે જવાબની રાહ દેશના લાખો ફિલ્મ ચાહકો જોઈ રહ્યા છે, તે દિશામાં પ્રથમ પગલું આજે લેવામાં આવ્યું છે.

Pushpa Part 2: શ્રીવલ્લીની Pushpa 2 નું શરૂ થઈ રહ્યું છે શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે અલ્લૂ અર્જૂનની ફિલ્મ

Pushpa Part 2: અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ પાર્ટ 1 જોયા બાદ ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. કોઈ અલ્લુ અર્જૂનના સ્વેગથી ઇમ્પ્રેસ હતો, તો કોઈ રશ્મિકા મંદાનાની સાથે તેની લવ સ્ટોરીથી અને કોઈ તેના ધાંસૂ એક્શન અવતારથી. પુષ્પા જોયા બાદ થિયેટરમાંથી બહાર નીકળતા તમામ લોકોના મોઢે એક જ સવાલ હતો કે પુષ્પા 2 ક્યારે આવશે?

fallbacks

જોકે, આ સવાલનો પાક્કો જવાબ તો હજુ પણ કોઈ પાસે નથી. પરંતુ જે જવાબની રાહ દેશના લાખો ફિલ્મ ચાહકો જોઈ રહ્યા છે, તે દિશામાં પ્રથમ પગલું આજે લેવામાં આવ્યું છે. એટલે કે અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પા: ધ રૂલનું શૂટિંગ સોમવારથી શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો:- ઋત્વિક રોશનની આ જાહેરાત બાદ બબાલ, વિવાદ બાદ કંપનીએ માંગી માફી

રશ્મિકાએ શેર કરી તસવીર
સોશિયલ મીડિયા પર ફિલ્મની પુજા સેરેમનીની તસવીર અને વીડિયો વાયરલ થવા લાગ્યો છે. ફિલ્મમાં ફિમેલ લીડ નિભાવનાર રશ્મિકા મંદાનાએ પણ સોશિયલ મીડિયા પર પુજા સેરેમનીની એક તસવીર શેર કરી જેને જોયા બાદ ચાહકો ખુબ જ એક્સાઈટેડ છે. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાનાની સાથે ફહાદ ફાજિલ પણ ફરી એકવાર ફિલ્મમાં નેગેટિવ રોલમાં પરત ફરશે.

રશ્મિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુજાની તસવીર શેર કરી જેમાં દેવતાઓની તસવીર સામે ફિલ્મનું ક્લેપ-બોર્ડ જોવા મળી રહ્યું છે. તેના પર સોમવાર 22 ઓગસ્ટની તારીખ નાખવામાં આવી છે. તસવીરની સાથે રશ્મિકાએ કેપ્શનમાં લખ્યું- લેટ્સ ગો.

આ પણ વાંચો:- જો તમે Taarak Mehta ના મોટા ફેન છો! તો આ તસવીરમાં તમારા પ્રિય પાત્રને ઓળખી બતાવો

ન્યૂ યોર્કમાં જોવા મળ્યો અલ્લૂ અર્જૂન
અલ્લૂ અર્જૂને તેના ઇન્સ્ટાગ્રામ પર 8 કલાક પહેલા એક સ્ટોરી શેર કરી હતી જેમાં તે ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વાયર પર ઉભેલો જોવા મળે છે. પાછળના બિલ બોર્ડ પર અલ્લૂની તસવીર જોવા મળી રહી હતી. અલ્લૂએ ન્યૂ યોર્કમાં ઇન્ડિયા ડે પરેડને પણ લીડ કરી હતી, જેની તસવીર ને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેથી કહી શકાય કે કદાચ અલ્લૂ હાલ ફિલ્મનું શૂટિંગ નહીં કરે. તેના શૂટ શિડ્યૂલ વિશે પણ હજૂ કોઈ જાણકારી સામે આવી નથી.

કઈ હશે રિલીઝ તારીખ?
મેકર્સે સત્તાવાર હજુ સુધી પુષ્પા: ધ રૂલની રિલીઝ તારીખ જાહેર કરી નથી પરંતુ બિઝનેસ ટૂડેના એક રિપોર્ટમાં મેકર્સે કહ્યું હતું કે તે ઓગસ્ટ 2023 સુધીમાં ફિલ્મને રિલીઝ કરવા માંગે છે. મેકર્સે એમ પણ કહ્યું હતું કે, આ વખતે ફિલ્મને વધુ જોરશોરથી માર્કેટિંગ કર્યા બાદ ખુબ ગ્રાન્ડ રીતે રિલીઝ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More