Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતના એકાઉન્ટન્ટ રજતની CBIએ કરી પૂછપરછ, રિયાની એન્ટ્રી બાદ ગઈ હતી નોકરી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ ઝડપથી તપાસ કરી રહી છે, તો અનેક લોકોની પૂછપરછ કરી રહી છે. હવે સુશાંતના ચાર્ટર્ટ એકાઉન્ટન્ટની પણ સીબીઆઈએ પૂછપરછ કરી છે. 

 સુશાંતના એકાઉન્ટન્ટ રજતની CBIએ કરી પૂછપરછ, રિયાની એન્ટ્રી બાદ ગઈ હતી નોકરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બાદ સીબીઆઈએ પણ સુશાંતના એકાઉન્ટન્ટ રહેલા રજત મેવાતીની પૂછપરછ કરી છે. રજત મેવાતી જાન્યુઆરી 2020 સુધી સુશાંતની નજીક રહ્યો અને તેના એકાઉન્ટન્ટનું બધુ કામકાજ જોયું હતું. 

fallbacks

પરંતુ સ્થિતિ ત્યારે બદલી જ્યારે સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તીની એન્ટ્રી થઈ. રિયાની એન્ટ્રી બાદ અચાનકથી એક દિવસ રજત મેવાતીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. હવે સીબીઆઈ આ ઘઢટનાક્રમને જાણવા ઈચ્છે છે, જેથી અન્ય કડીઓને જોડી શકાય. સીબીઆઈએ રજત મેવાતીને સુશાંતની નાણાકીય લેતી-દેતી વિશે વાત કરી છે. 

મહત્વનું છે કે, એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે સુશાંતના ખાતામાં જમા બધા પૈસા ગાયબ થઈ ગયા હતા અને અલગ-અલગ લોકોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સીબીઆઈ આ મની ટ્રેલની માહિતી મેળવી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહે પણ પોતાની એફઆઈઆરમાં સુશાંતના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થવાના આરોપ લગાવ્યા છે અને આ આરોપ સીધી રીતે રિયા પર લગાવ્યા છે. 

સુશાંત મામલે CBIની ઝડપી તપાસ, આવતીકાલે રિયા ચક્રવર્તીની કરી શકે છે પૂછપરછ

રિયાની એન્ટ્રીથી નવો સીન
પૂર્વ એકાઉન્ટન્ટ રજત મેવાતીએ દાવો કર્યો કે, રિયાના આવ્યા પહેલા વસ્તુ ખુબ સ્પષ્ટ રહેતી હતી. ત્યારે સુશાંત માટે તેની ટીમ પરિવાર સમાન હતી, પરંતુ રિયાની એન્ટ્રી બાદ ફેરફાર થયો. એક દિવસ તેને જણાવવામાં આવ્યું કે, તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. 

રજત મેવાતી સાથે જોડાયેલો વીડિયો પણ આવ્યો સામે
રજત મેવાતી સાથે જોડાયેલો એક જૂનો વીડિયો પણ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ જોવા મળી રહી છે. સાથે સુશાંતના જીજાજી સિદ્ધાર્થ તંવર પણ હાજર છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બહેન અને સિદ્ધાર્થ રજત મેવાતીને સવાલ-જવાબ કરી રહ્યાં છે અને તેને પૈસાના ટ્રાન્સફરને લઈને સવાલ પૂછી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More