Home> Entertainment
Advertisement
Prev
Next

Duplicate: એક સમયે લાખોની કમાણી કરતા સ્ટાર્સના ડુપ્લિકેટ, જાણો હવે કેમ પાઈ પાઈ માટે મારી રહ્યાં છે ફાંફાં

lookalike stars are struggling badly due to lockdown: કોરોનાના કારણે સમગ્ર દેશની આર્થિક હાલત કફોડી થઈ છે. જેમા એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નથી રહી. શૂટિંગની સાથે સાથે આર્ટિસ્ટના કોન્સર્ટ્સ, લાઈવ શો, પરફોર્મન્સ પર પણ રોક લગાવવામાં આવી છે. તેવામાં આર્ટિસ્ટ્સ પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે. એન્ટરટેઈન્મેન્ટથી પોતાની રોજી રોટી ચલાવતા મીમીક્રી આર્ટિસ્ટ્સ પણ બે વર્ષથી બેરોજગાર છે.

Duplicate: એક સમયે લાખોની કમાણી કરતા સ્ટાર્સના ડુપ્લિકેટ, જાણો હવે કેમ પાઈ પાઈ માટે મારી રહ્યાં છે ફાંફાં

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાના કારણે સમગ્ર દેશની આર્થિક હાલત કફોડી થઈ છે. જેમા એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નથી રહી. શૂટિંગની સાથે સાથે આર્ટિસ્ટના કોન્સર્ટ્સ, લાઈવ શો, પરફોર્મન્સ પર પણ રોક લગાવવામાં આવી છે. તેવામાં આર્ટિસ્ટ્સ પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે. એન્ટરટેઈન્મેન્ટથી પોતાની રોજી રોટી ચલાવતા મીમીક્રી આર્ટિસ્ટ્સ પણ બે વર્ષથી બેરોજગાર છે. એક સમયે સતત વિવિધ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેતા આર્ટિસ્ટ્સ હવે ખાવા પીવાની ચિંતા કરી રહ્યાં છે. હાલમાં જેકી શ્રોફ આ મિમિક્રી આર્ટિસ્ટ્સની આર્થિક મદદ કરવા સામે આવ્યા છે. તેઓએ કેટલાક લોકોની મદદ પણ કરી.

fallbacks

fallbacks

એક દિવસમાં એક લાખ કમાતો હતો, હવે બે વર્ષથી બેરોજગાર છું: અમન
ઋત્વિક રોશનની કોપી અમનનું જીવન કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવુ છે. એક વખત ઋત્વિક રોશનની મિમિક્રી કરીને લાખો કમાતો અમન હવે પાઈ પાઈ માટે કામ શોધી રહ્યો છે. પોતા વ્યથા જણાવતા અમને કહ્યું કે હું બે વર્ષથી બેરોજગાર છું. એક સમય હતો જ્યારે હું એક દિવસમાં એક લાખ કમાતો હતો. આજથી દસ વર્ષ પહેલા મારી ડિમાન્ડ ખુબ હતી. કામ એટલુ મળતુ હતુ કે કેટલીક વાર કેટલાક કામને ના પણ પાડવી પડતી હતી. આ ફીલ્ડે મને ખુબ રૂપિયા અને નામ કમાઈ આપ્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કઈ પણ નથી મળ્યું.

ચારેય બાજુથી કામ બંધ છે. ગત વર્ષે મદદના નામે સલમાન ખાન તરફથી ચાર હજાર રૂપિયા મળ્યા હતા. આ વર્ષે તે પણ નથી મળ્યા. પત્નીના રૂપિયાથી ઘર ચાલી રહ્યું છે. પરંતુ કોરોનામાં તેની નોકરી પણ જતી રહી. બધી જ બચત પતી ગઈ છે અને થોડા દિવસ પહેલા ડિપ્રેશનના કારણે પત્નીનું મિસ કેરેજ થયું છે. હવે કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. ક્યાં જઉ, કઈ નોકરી કરું, કારણ કે એન્ટરટેઈન્મેન્ટ સિવાય બીજુ કઈ આવડતું પણ નથી.

fallbacks

એક વર્ષ પહેલા અનિલ કપૂરે માગ્યો હતો અકાઉન્ટ નંબર, અત્યાર સુધી રૂપિયા નથી મળ્યા: આરિફ
અનિલ કપૂરની કોપી આરિફ ખાન ઓલ ઈન્ડિયા લુક અલાઈક એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે. આરિફે જણાવ્યું કે અમારા એસોસિએશન સાથે દેશભરથી 400 આર્ટિસ્ટ જોડાયેલા છે. અમારા એસોસિએશનમાં આપને મોદીજી, અરવિંદ કેજરીવાલ, મહાત્મા ગાંધી જેવા દેખાતા આર્ટિસ્ટ્સ મળી જશે. અમારા એસોસિએશનમાં એવા પણ લોકો જોવા મળશે જે માત્ર શોખનું કામ કરે છે, આ તેમની વધારાની કમાણી છે, જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેમની રોજી રોટી આની પર જ નિર્ભર છે, પ્રેસિટેન્ડ હોવાના કારણે હું તેમને મદદ કરવાના પ્રયત્ન કરું છું.

"આ વાત દુઃખ સાથે કહેવી પડે છે કે આ વર્ષે માત્ર જેકી શ્રોફે મદદ કરી છે. ગત વર્ષે સલમાન ખાન અને બિગ બી તરફથી રાશન આપવામાં આવ્યું હતું. મેમ્બર્સ તરફથી મેસેજ અને કોલ્સ આવતા રહે છે. કેટલાક લોકોના કોવિડ અને  રૂપિયાના અભાવના કારણે જીવ પણ ગયા છે. થોડાક વખત પહેલા આપણે હિમેશ રેશમિયા અને જેકી શ્રોફના લુક અલાઈકને ગુમાવ્યા છે. જેકી દાદાએ પોતાના લુક અલાઈકના પરિવારની મદદ કરવાની જવાબદારી ઉઠાવી છે. અને તેમની વિધવાને આર્થિક મદદ પણ કરી. હું ખુદ લાચાર છું કે હું કોઈની મદદ નથી કરી શક્યો. પહેલા જ્યારે મદદની વાત ઉઠી ત્યારે એક રિપોર્ટરનો કોલ આવ્યો હતો કે અનિલ કપૂર બેન્ક અકાઉન્ટ નંબર માગે છે જેથી તે મદદ કરી શકે.

"મે તેમને બધી જ ડિટેઈલ આપી, પરંતુ આજે એક વર્ષ થવા આવ્યું, તેમના તરફથી કોઈ મદદ નથી મળી. જ્યારે કેટલાક મોટા સ્ટાર્સે પણ મદદ માટે વાયદો કર્યો હતો પરંતુ હવે કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો. હવે બધુ જ ઉપરવાળા પર છોડી દિધું છે. હવે તે જ કોઈ ચમત્કાર કરી શકે છે.

fallbacks

બે-બે શિફ્ટમાં કામ કરતો હતો, હવે બે મહિનાથી કામ નથી મળી રહ્યું: કિશોર ભાનુશાળી
કિશોર ભાનુશાળી લુકઅલાઈક એસોસિએશનના સીનિયર કલાકારોમાંથી એક છે. કિશોર લગભગ 40 વર્ષથી ઈન્ડસટ્રીમાં સક્રિય છે. દેવ આનંદ જેવા દેખાતા કિશોર જણાવે છે કે ગત બે મહિનાથી તે કામની તલાશમાં છે. ભાભીજી ઘર પર હે શો બંધ થયા પછી હવે કમાણી નથી થઈ રહી. 'પહેલા શૂટિંગમાં કામ ના મળવાથી સ્ટેજ અને લગ્ન પ્રસંગમાં એકરિંગ કરીને કમાણી કરી લેતા હતા, પરંતુ હવે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે. એક વખત હતો જ્યારે બે બે શિફ્ટમાં કામ કરતા હતા પરંતુ હવે એક પ્રોજેક્ટ અને ગેસ્ટ એપિયરન્સ માટે પણ તરસી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More