મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની બોલિવૂડમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે અને તેની બંને ફિલ્મો કેદારનાથ તેમજ સિમ્બા હિટ સાબિત થઈ છે. જોકે સિમ્બામાં તેનો રોલ થોડો નાનો હતો અને તે પડદા પર 15 મિનિટ માટે જ જોવા મળી હતી પણ આમ છતાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.
ફિલ્મોમાં રોલ પસંદ કરવા માટે ગજબની ચુઝી સારાની આદતો પણ હટકે છે. સારાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેદારનાથના સેટ પર સુશાંત સિઅને સિમ્બાના સેટ પર રણવીર સિંહ તેનાથી હંમેશા પરેશાન રહેતા હતા કારણ કે તેના વાળમાંથી ગંદી દુર્ગંધ આવતી હતી. આ કારણોસર જ રોમેન્ટિક સીન પછી હીરો તેમનું નાક દબાવીને ભાગતા હતા. હકીકતમાં સારાએ કહ્યું કે તે તેની સ્કિન અને વાળની કેર કરવા માટે હંમેશા નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. સારા વાળમાં ડુંગળીનો રસ લગાવતી હતી કારણકે તેનાથી વાળ ચમકદાર અને લાંબા થાય છે. ડુંગળી રસમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. સારાએ ઈન્ટરવ્યૂ દરમિયાન સુશાંત અને રણવીરની આ માટે માફી પણ માગી.
વિક્કી કૌશલનું ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ કારણ કે...
હાલમાં સારા અલી ખાને બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સારાએ માહિતી આપી હતી કે તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ચમેલી કી શાદી અને આઇનાની રિમેકમાં કામ કરવા ઇચ્છે છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં કોમિક ટાઇમિંગ અને માસુમિયત કમાલના હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ લેડી નહોતા પણ આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે