નવી દિલ્હી : વરૂણ ધવન (Varun Dhawan), નોરા ફતેહી (Nora Fatehi) અને શ્રધ્ધા કપૂર (Shraddha Kapoor) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D) હવે રિલીઝ થવા તૈયાર છે. ગત સપ્તાહે આ ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરાયું હતું. એ પછી ફિલ્મનું મુકાબલા ગીત પણ ઘણું હીટ રહ્યું છે ત્યારે હવે રિલીઝ કરાયેલ ગરમી ગીતે તો જાણે બોલીવુડ અને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
આ ગીત ગરમી (Garmi Song) પોતાના નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી રહ્યું છે. આ ગીતને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે અને નોરાના ડાન્સને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.
આ ગીતને બાદશાહ અને નેહા કક્કડે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત આ વર્ષે ન્યૂ ઇયર પાર્ટીની જાન બનવા માટે તૈયાર છે.
Watch: 'પંગા'નું ટ્રેલર થયું વાયરલ, લોકોએ કહ્યું- કંગનાએ ઇમોશનલ કરી દીધા
તમને જણાવીએ કે, સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D) વર્ષ 2013 માં આવેલી ફિલ્મ એબીસીડીની ત્રીજ સિકવલ છે. એનો બીજો ભાગ 2015 માં રિલીઝ થયો હતો. સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં ફિલ્મ ફ્રેન્ચાઇઝીના જુના કલાકારો સાથે જાણીતા ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીની એન્ટ્રી થઇ છે. ફિલ્મનું નિર્દેશન જાણીતા કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસૂજાએ કર્યું છે. આ ફિલ્મ ટી સીરીઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે