નવી દિલ્હી : વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), પ્રભુ દેવા (Prabhu Deva) અને નોરા ફતેહી (Nora Fatehi)ની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)નું જબરદસ્ત ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ માટે તૈયાર છે. હવે આ ફિલ્મનું ટ્રેલર દર્શકો સામે આવી ગયું છે. આ ફિલ્મને બોલિવૂડની સૌથી મોટી ડાન્સ ફિલ્મ ગણાવાઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલાં ટ્વિટર પર #StreetDancer3DTrailer ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
દીવનો દીકરો Vishal Jethwa : 14 વર્ષે પિતાનું મૃત્યુ, સિરિયલોના સેટ પર બાળપણ અને Mardaani સામે ટક્કર
ફિલ્મનું ટ્રેલર ડાન્સથી ભરપુર છે. એમાં પ્રભુદેવાનો તેમજ અપારશક્તિ ખુરાનાનો રોલ જબરદસ્ત લાગી રહ્યો છે. આ ફિલ્મમાં ડાન્સના ફિલ્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં વરૂણ ભારતીય ડાન્સર છે જ્યારે શ્રદ્ધા પાકિસ્તાની ડાન્સર છે.
દિલીપ કુમાર થઈ ગયા સાવ આવા? આગની જેમ વાયરલ બનેલી તસવીરની હકીકત જાણવા કરો ક્લિક
સ્ટ્રીટ ડાન્સ 3ડી (Street Dancer 3D)' 2013માં આવેલી એબીસીડીની ત્રીજી સિરીઝ છે. આ સિરીઝની બીજી ફિલ્મ 2015માં આવી હતી. લેટેસ્ટ ફિલ્મમાં ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મનું ડિરેક્શન ફેમસ કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસુઝાએ કર્યું છે. આ ફિલ્મ ટી સિરીઝના બેનર હેઠળ રિલીઝ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે