Home> Entertainment
Advertisement
Prev
Next

Aryan Khan ને જામીન મળતા પાર્ટી કરવા પહોંચી બહેન સુહાના ખાન, વાયરલ થયો ફોટો

Aryan Khan ને હાલમાં જામીન મળ્યા છે અને ત્યારબાદ ખાન પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. આ વચ્ચે સુહાના પાર્ટી કરતી જોવા મળી તેની તસવીર વાયરલ થઈ રહી છે. 

Aryan Khan ને જામીન મળતા પાર્ટી કરવા પહોંચી બહેન સુહાના ખાન, વાયરલ થયો ફોટો

નવી દિલ્હીઃ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આખરે ઘરે પહોંચી ગયો છે. આર્યનના ઘર પહોંચ્યા બાદ ખાન પરિવારમાં ખુશીનો માહોલ છે. ભાઈ ઘરે આવ્યો તો બહેન સુહાના પણ ખુબ ખુશ છે અને તે પાર્ટી મનાવવા પહોંચી ગઈ છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. 

fallbacks

સુહાનાની પાર્ટી
લાંબા સમયથી જેલમાં બંધ બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ને આખરે જામીન મળી ગયા છે. આર્યનના જામીન બાદ શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાન ખુબ ખુશ છે. તો આર્યન જેલથી બહાર આવતા શાહરૂખની પુત્રી અને આર્યનની બહેન સુહાના ખાન (Suhana Khan) ન્યૂયોર્કમાં જશ્ન મનાવી રહી છે. સુહાના આ સમયે ન્યૂયોર્કમાં છે. હાલમાં તે પોતાના દોસ્તો સાથે હૈલોવીન મનાવતી જોવા મળી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by priyanka kedia (@pkwizzles)

મિત્રો સાથે જોવા મળી સુહાના
સુહાનાની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં તે એક ટાઈ-અપ બેકની સાથે એક બેબી બ્લૂ રંગની ડ્રેસમાં સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તેની સાથે તેની મિત્ર પ્રિયંકા અને રૈના પણ જોવા મળી રહી છે. તેની મિત્ર પ્રિયંકાએ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા કેપ્શન પણ લખ્યું છે. 

આ પણ વાંચોઃ Shahid Kapoor એ કપડા પહેરતા સમયે બનાવ્યો પત્નીનો VIDEO, થઈ ગયો વાયરલ, લોકો બોલ્યા- શરમ..

સોશિયલ મીડિયાથી દૂર હતી સુહાના
આખરે ઘણા સમય બાદ સુહાના સોશિયલ મીડિયા પર જોવા મળી છે. તેના ભાઈની ડ્રગ્સ કેસમાં મુંબઈમાં ધરપકડ થયા બાદ તે સોશિયલ મીડિયાથી દૂર હતી. તેણે આ મહિને પોતાના એકાઉન્ટમાં માત્ર ત્રણ પોસ્ટ કરી છે. પહેલા શાહરૂખ અને ગૌરીને તેના લગ્નની 30મી વર્ષગાંઠ પર શુભેચ્છા આપવા માટે, બીજુ આર્યનને જામીન મળ્યા બાદ જશ્ન મનાવતા ત્રીજી પોસ્ટ પોતાની મિત્ર અનન્યા પાંડેને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More