Home> Entertainment
Advertisement
Prev
Next

પિતા હતા સફાઇકર્મી પછી કમાઇ અપાર સંપત્તિ, પુત્રએ કર્યું બોલીવુડ પર રાજ

મનીષ પોલ દ્રારા આયોજિત 'ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર 2' માં સુનીલ બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની સાથે વિશેષ અતિથિના રૂપમાં જોવા મળશે અને જજ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ, ગીતા કપૂર અને અભિનેત્રી અને મોડલ મલાઇકા અરોરા છે. 

પિતા હતા સફાઇકર્મી પછી કમાઇ અપાર સંપત્તિ, પુત્રએ કર્યું બોલીવુડ પર રાજ

નવી દિલ્હી: બોલીવુડના એક્શન હીરો સુનીલ શેટ્ટી (Suniel Shetty) ની પુત્રી અથિયા એક્ટ્રેસ બની ચૂકી છે અને તેમના પુત્ર પણ ફિલ્મોમાં ડેબ્યૂ માટે તૈયાર છે. ઘણા વર્ષો સુધી સુનીલ પોતાની સ્ટાઇલ અને ફિટનેસ માટે પ્રશંસા મેળવતા રહ્યા છે. તે પોતાની મોંઘી લાઇફસ્ટાઇલના લીધે ચર્ચામાં રહે છે. પરંતુ તમે જાણો છો કે તેમના પિતાએ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરીને તેમનો ઉછેર કર્યો છે. 

fallbacks

સફાઇકર્મીનું કર્યું કામ
હવે સુનીલ શેટ્ટી (Suniel Shetty) એ ડાન્સ રિયાલિટી શો 'ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર 2' માં પોતાના પિતા વીરપા શેટ્ટી (Veerpa Shetty) અને જીવનમાં તેમના સંઘર્ષો વિશે વાત કરી. સુનીલ શેટ્ટી (Suniel Shetty) નું કહેવું છે કે તેમના પિતાની જીંદગી ક્યારેય સરળ રહી નથી હકિકતમાં તેમણે સફાઇકર્મીનું કામ કર્યું. 

જીવનના અસલી હીરો છે પિતા
તેના પર વધુ શેર કરતાં સુનીલ શેટ્ટી (Suniel Shetty) એ કહ્યું 'જ્યારે પણ કોઇ મને પૂછે છે કે મારા હીરો કોણ છે? હું હંમેશા કહું છું કે મારા પિતા છે. મને મારા પિતા પર ગર્વ છે કે તે કેવા વ્યક્તિ હતા અને તેમણે જે અવિશ્વનીય જીવનનું નેતૃત્વ કર્યું. તે જ્યારે ફક્ત 9 વર્ષના હતા ત્યારે મુંબઇ આવી ગયા અને તેમને સફાઇકર્મીનું કામ કર્યું. 

Rakesh Jhunjhunwala નો ફેવરેટ સ્ટોક! 86 રૂપિયાનો શેર કરી શકે છે માલામાલ, જાણો કેવી રીતે

ક્યારેય પોતાના કામની અનુભવી નહી શરમ
તેમણે કહ્યું કે તેમના પિતાને તેમના કામ પર ક્યારેય શરમ નથી આવી અને તેમણે સુનીલને આ શિખામણ આપી. તેમણે કહ્યું જોકે તેમણે જીવન નિર્વાહ માટે જે પણ કર્યું, તેના માટે તેમને ક્યારેય શરમ નથી આવી. રસપ્રદ વાત એ છે કે જે બિલ્ડીંગમાં તેમણે એક ક્લીનરના રૂપમાં કામ કર્યું. તેમણે ત્યાં મેનેજર બનાવા માટે પોતાની રીતે કામ કર્યું અને આખરે તેમણે બિલ્ડીંગોને ખરીદી અને માલિક બની ગયા. તેમણે મને હંમેશા શિખવાડ્યું કે તમે જે કરો છો તેના પર ગર્વ કરો અને દિલથી કરો.' 

પ્લાસ્ટિકના કચરામાં જૂતા બનાવે છે 23 વર્ષનો આ છોકરો, આનંદ મહિંદ્રાએ કરી કરોડોની ઓફર

કરિશ્મા પણ હશે મહેમાન
મનીષ પોલ દ્રારા આયોજિત 'ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર 2' માં સુનીલ બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની સાથે વિશેષ અતિથિના રૂપમાં જોવા મળશે અને જજ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ, ગીતા કપૂર અને અભિનેત્રી અને મોડલ મલાઇકા અરોરા છે. 

કરિશ્માએ પણ કર્યા વીરપા શેટ્ટીને યાદ
કરિશ્મા પણ આ વાતચીતમાં સામેલ થઇ અને તેમણે સુનીલ શેટ્ટીના પિતાને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને તેમણે જણાવ્યું કે એક વ્યક્તિના રૂપમાં કેવા હતા. તેમણે કહ્યું કે 'જ્યારે અમે સાથે કામ કરી રહ્યા હતા તો મને સુનીલના પિતાને મળવાનું સન્માન મળ્યું છે. તે અમારા શૂટિંગ પર આવતા હતા અને ગર્વથી પોતાના પુત્રને કામ કરતા જોતા હતા. તે હકિકતમાં ખૂબ સારા વ્યક્તિ હતા. 'ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2' સોની એન્ટરટેનમેંટ ટેલીવિઝન પર પ્રસારિત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More