Home> Entertainment
Advertisement
Prev
Next

સની લિયોનીએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો દીકરીનો જન્મદિવસ, જુઓ PHOTO

સની લિયોની સાથે પતિ ડેનિયલ અને દીકરી નિશા એક બોટમાં મસ્તી કરતા નજરે ચડે છે

સની લિયોનીએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો દીકરીનો જન્મદિવસ, જુઓ PHOTO

નવી દિલ્હી : સની લિયોની પોતાની કરિયર સિવાય ફેમિલી પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. સની લિયોની પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પરિવાર સાથે તસવીરો શેર કરતી રહે છે. જોકે, તેણે હાલમાં જે તસવીર પોસ્ટ કરી છે તે ફેન્સનું દિલ જીતી લે તેવી છે. સનીએ ખૂબ જ સુંદર તસવીર સાથે પોતાની દીકરીને ત્રીજા બર્થડે પર વિશ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર કલાકની અંદર જ માં-દીકરીની તસવીરને 6 લાખથી વધારે લોકો લાઇક્સ આપી ચૂક્યા છે. 

fallbacks

#MeToo : આલોક નાથે હવે વિંતા પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગેલી રકમ જાણીને લાગશે આંચકો

fallbacks

પહેલી તસવીર સની અને નિશાની સેલ્ફી છે. આ તસવીર સાથે સનીએ લખ્યું છે કે’દુનિયાની સૌથી સુંદર મારી એન્જલ માટે. હેપી બર્થ ડે મારી સ્વીટ ગર્લ. તું મારી જિંદગીની રોશની છો. તું મને ખુશી આપે છો. તને જરાપણ અંદાજો નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું.’

B'day Special : 70 વર્ષની વયે ફિટ છે હેમા માલિની, જાણો શું છે તેમનો ડાયેટ પ્લાન

fallbacks

સની લિયોની સાથે જ તેના પતિ ડેનિયલે પણ નિશા સાથે તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે, નિશા અને સની એક બોટમાં જોવા મળે છે. ત્રણેના ચહેરા જોઈને તેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે. ડેનિયલે તસવીર શેર કરીને દીકરી માટે મેસેજ પણ લખ્યો હતો. તેણે લખ્યું કે,’મારી બેબી ગર્લ નિશા કૌરને ત્રીજા જન્મદિવસની શુભકામનાઓ. હું તને દિલથી પ્રેમ કરું છું. તારી સાથે વિતાવી દરેક પણ મારા માટે આશીર્વાદ સમાન છે. હું ભગવાનનો આભાર માનું છું કે તને આ દુનિયામાં મોકલી. મારી ખુશીનું કારણ તું જ છો.’ નોંધનીય છે કે 2017માં સની અને તેના પતિએ બાળકીને ગોદ લીધી હતી. જેને નિશા નામ આપવામાં આવ્યું હતું.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More