Home> Entertainment
Advertisement
Prev
Next

Sunny Leone ને ટ્વિટર પર મળી ધમકી, કહ્યું- તારા વીડિયો મારી પાસે છે..

સની લિયોની (Sunny Leone) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો, જેના પર એક ફેને ધમકી આપી દીધો. 

Sunny Leone ને ટ્વિટર પર મળી ધમકી, કહ્યું- તારા વીડિયો મારી પાસે છે..

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સની લિયોની  (Sunny Leone) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના ફોટો અને વીડિયોથી ફેન્સનું ખુબ મનોરંજન કરી રહી છે. હાલમાં અભિનેત્રીએ એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, ત્યારબાદ તેને એક ફેને ધમકી આપી દીધી. 

fallbacks

સનીને મળી ધમકી
સની લિયોની  (Sunny Leone) એ 27 જૂને પોતાનો એક ફોટો ટ્વીટ કર્યો હતો, આ ફોટોમાં સની સુંદર લાગી રહી હતી. અભિનેત્રીના આ ફોટો પર અનેક લોકોએ કોમેન્ટ કરી. પરંતુ આજે તેના એક ફેને ધમકી આપી દીધી. યૂઝરે લખ્યું- તારા કેટલાક વીડિયો મારી પાસે છે, જો તે રિપ્લાઈ ન કર્યો તો હું તે વીડિયો વાયરલ કરી દઈશ. આ મારૂ વચન છે અને મારૂ વચન છે મારૂ શાસન. યૂઝરનું આ ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. 

સનીનો વીડિયો થયો વાયરલ
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સની લિયોની મુંબઈના રસ્તા પર સાઇકલ ચલાવતી જોવા મળી રહી છે. સાથે તેના પતિ ડેનિયલ વીબર (Daniel Weiber) પણ છે. સની લિયોનીની બાજુમાં ચાલી રહેલ ફોટોગ્રાફર સની લિયોનીને અવાજ આપે છે ત્યારબાદ અભિનેત્રી એક નજર તેની તરફ કરે છે, ત્યારબાદ ફોટોગ્રાફર સનિ લિયોનીને થોડી ધીમી ચલાવવાનું કહે છે.

આ પણ વાંચોઃ '34 બાળકો'ની માતા છે આ બોલિવૂડ એક્ટ્રેસ, ગુપ્ત રીતે વિદેશી પતિ સાથે કર્યા હતા લગ્ન 

સનીની ફિલ્મો
વર્કફ્રંટની વાત કરીએ તો સની લિવોયી છેલ્લે ફિલ્મ મોતીચૂર ચકનાચૂરના સ્પેશિયલ નંબરમાં જોવા મળી હતી. સની હવે ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની ફિલ્મ અનામિકામાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More