નવી દિલ્હી : જાણીતા બિઝનેસવુમન નીતા અંબાણીનો સમાવેશ સક્રિય સોશિયાલાઇટ્સની યાદીમાં થાય છે. તેમની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ સોશિયલ મીડિયામાં બહુ લોકપ્રિય છે. આ વખતે નીતા અંબાણી તેમની હિરાજડિત બેગને કારણે ચર્ચામાં છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની આ બેગની કિંમત અંદાજે 2.6 કરોડ રૂપિયા છે અને એની પર 200 જેટલા હીરા જડવામાં આવ્યા છે.
આમિરની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ મિશાલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video થયો Viral
નીતા અંબાણીને ક્રિકેટમેચ જોવી બહુ પસંદ છે. હમણાં જ તેઓ લંડનમાં જોવા મળ્યા હતા. લંડનમાં તેઓ પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા ગયા હતા. આ યાત્રા દરમિયાન તેઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂરને પણ મળ્યા હતા. આ મુલાકાતની કરિશ્માએ જે તસવીર ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી એમાં આ બેગ જોવા મળી હતી.
નીતા અંબાણીનું આ પર્સ જાણીતી બ્રાન્ડ Hermes Birkinનું છે. નીતા અંબાણીનું Hermes Himalayan Crocodile Birkin બેગ ખૂબસુરત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ પર્સ ડાયમન્ડ અને વ્હાઈટ ગોલ્ડનું બનેલું છે. આ બ્રાન્ડનું બેગ ઘણા હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર્સ વાપરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે