Home> Entertainment
Advertisement
Prev
Next

ક્યારેક ભિખારી તો ક્યારેક પાઘડીધારી બન્યા મનોજ બાજપેયી, વીડિયોએ ઇન્ટનેટ પર મચાવ્યો તહેલકો

બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' (Suraj Pe Mangal Bhari)નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે. 

ક્યારેક ભિખારી તો ક્યારેક પાઘડીધારી બન્યા મનોજ બાજપેયી, વીડિયોએ ઇન્ટનેટ પર મચાવ્યો તહેલકો

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' (Suraj Pe Mangal Bhari)નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે. 
fallbacks

fallbacks

મનોજ વાજપેયીને કેવી લાગ્યા 4 કલાક
જોકે પડદા પાછળ (Behind-the-Scenes)ના આ વીડિયો ક્લિપ દ્વાર ફિલ્મ મેકર્સે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે મનોજને કહાનીમાં અલગ-અલગ પાત્રો માટે તૈયાર થવામાં 4 કલાક કેવી રીતે લાગ્યા અને કેવી રીતે તેમનો મેકઓવર કરવામાં આવ્યો. ટ્રેલરમાં ક્યારેક એક ભિખારીની ભૂમિકામાં તો ક્યારે એક ડબ્બાવાળાના રૂપમાં, ક્યારેક મહારાષ્ટ્રીયન મહિલાના રૂપમાં તો ક્યારેક પાઘડીધારી સરદારના પાત્રમાં જોવા મળે છે. 

આ ઉપરાંત પણ તમામ પ્રકારના પાત્ર છે. શૂટિંગ દરમિયાન એક વીડિયોમાં મનોજનો એક ખાસ લુક જોવા મળ્યો જેમાં અભિનેતા મોટા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે અને તેમણે પ્રોસ્થેટિક મેકઅપ કર્યો છે. મનોજનો આ લુક આપવા માટે મેકઅપ ટીમને લગભગ 4 કલાકનો સમય લાગ્યો હતો. તેમણે આ ફિલ્મમાં 10 પાત્ર ભજવ્યા છે. જેમ કે તમે ફિલ્મના પોસ્ટરમાં જોઇ શકો છો. 

સસ્પેંસ સાથે હશે કોમેડીનો તડકો
આ ફિલ્મમાં મનોજ વાજપેયી ઉપરાંત પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને દંગલ અક્ટ્રેસ ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) પણ મુખ્ય પાત્રમાં છે. સૂરજ પે મંગલ ભારીના ટ્રેલરને જોઇને લાગે છે કે ફિલ્મમાં સસ્પેંસ સાથે કોમેડીનો તડકો પણ લગાવવામાં આવ્યો છે, જે દર્શકોને હસવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મની કહાની એક લગ્નની જાસૂસ એજન્સી (Wedding Detective Agency) પર આધારિત છે, જે વરરાજાના બેકગ્રાઉન્ડની તપાસ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More