Home> Entertainment
Advertisement
Prev
Next

ચીયર્સ લિડર્સને જોઈને કયા ક્રિકેટરનું ધ્યાન ભંગ થાય છે? રૈનાએ આપ્યો જવાબ

ચીયર્સ લિડર્સને જોઈને કયા ક્રિકેટરનું ધ્યાન ભંગ થાય છે? રૈનાએ આપ્યો જવાબ
  • કપિલ શર્માએ પોતાના શોમાં સુરેશ રૈનાને સૌથી રોચક સવાલ ચિયર્સ લીડર્સને લઈને પૂછ્યો હતો.
  • કપિલે સવાલ કર્યો કે, આઈપીએલ મેચ દરમિયન ચિયર્સ લીડર્સને જોઈને સૌથી વધુ ધ્યાન ભંગ કયા ક્રિકેટરનું થાય છે

ઝી મીડિયા/બ્યૂરો :ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina) પત્ની પ્રિયંકા રૈનાની સાથે ધ કપિલ શર્મા શોમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કપિલે બંને કપલની સારી પેટે મહેમાન નવાજી કરી હતી. તેના બાદ કપિલે પોતાના ચિરપરિચિત અંદાજમાં સુરેશ રૈના પર સવાલો વરસાવ્યા હતા. ક્યારેક બાઉન્સર ફેંક્યો, તો ક્યારેક યોર્કર ફેક્યો. પરંતુ રૈનાએ દરેક સવાલ પર જબરદસ્ત જવાબ આપ્યા હતા. 

fallbacks

કપિલ શર્માએ પોતાના શોમાં સુરેશ રૈનાને સૌથી રોચક સવાલ ચિયર્સ લીડર્સને લઈને પૂછ્યો હતો. કપિલે સવાલ કર્યો કે, આઈપીએલ મેચ દરમિયન ચિયર્સ લીડર્સને જોઈને સૌથી વધુ ધ્યાન ભંગ કયા ક્રિકેટરનું થાય છે. આ સવાલ બહુ જ પેચીદો હતો. જેથી રૈનાએ બખૂબી આ સવાલનો જવાબ આપ્યો હતો અને અલગ સ્ટાઈલમાં કપિલને કહ્યું હતું.  

રૈનાએ આ સવાલનો જવાબ બહુ જ ખૂબસૂરતી સાથે આપતા કહ્યું કે, પ્લેયર્સ ચિયર્સ લીડર્સને જોતા નથી. તેઓ માત્ર દર્શકો માટે ડાન્સ કરે છે. પ્લેયર્સ તેઓને થોડા સમય માટે મેદાન પર લાગેલી સ્ક્રીન પર ત્યારે જુએ છે, જ્યારે તેઓ ચોગ્ગો, છગ્ગો મારે છે, અથવા તો વિકેટ લે છે. તેમણે કહ્યું કે, ચિયર્સ લીડર્સ દર્શકો માટે હોય છે, તેમનું અમારા સાથે કોઈ લેવાદેવા નથી. અમારું ફોકસ તો માત્ર મેચ પર હોય છે. અમે તેમને ટીવી પર જોઈએ છીએ. જ્યારે ટોસ માટે જતા હોઈએ છીએ, અથવા તો બાઉન્ડરી લગાવીએ છીએ. 

શો દરમિયાન કપિલ શર્માએ રૈનાની પત્નીને પણ સવાલો કર્યા હતા. તેણે પૂછ્યું કે, જ્યારે ડ્રેસિંગ રૂમમાં તેઓ બીજા પ્લેયર્સની પત્ની સાથે બેસેલી હોય છે અને કોઈનો પતિ શૂન્ય પર આઉટ થઈ જાય તો કેવું રિએક્શન હોય છે. શું તેઓ ત્યાંથી શોપિંગ માટે નીકળી જાય છે. તો આ પર પ્રિયંકા રૈનાએ કહ્યું કે, એવુ કંઈ થતી નથી, પરંતુ દરેક હાલમાં તેઓ ટીમને સપોર્ટ કરે છે. 

ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાએ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પૂર્વ કેપ્ટન અને પોતાના નજીકના મિત્ર કેપ્ટન એમએસ ધોનીની સાથે મળીને ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. અંગત કારણોને પગલે આઈપીએલ છોડીને દૂબઈથી ભારત પરત આવી જવાને લઈને પણ રૈના બહુ જ ચર્ચામાં રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More