Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant case પર ફરી બોલ્યા Shekhar Suman, ટ્વિટર પર વ્યક્ત કરી આવી આશંકા

બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે.

Sushant case પર ફરી બોલ્યા Shekhar Suman, ટ્વિટર પર વ્યક્ત કરી આવી આશંકા

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે. તપાસની હાલની સ્થિતિ વિશે પોતાનું મંતવ્ય શેર કરતાં શેખરે ટ્વીટ કર્યું 'મને લાગે છે કે સુશાંતના કેસમાં CBI, NCB અને EDના ત્રણ વિભાગોએ પૂછપરછ, તપાસ ને ધરપકડ કરીને એક સારું કામ કર્યું છે, પરંતુ મને લાગે છે કે અપુરતા પુરાવાના કારણે અસહાય છે. એટલા માટે આપણે રાહ જોવી પડશે અને જોવાનું રહેશે કે શું તે લકી સાબિત થાય છે.  

fallbacks

તાજેતરમાં જ અભિનેતા શેખર સુમને પ્રશ્ન કર્યો કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના સંબંધમાં સીબીઆઇનું અત્યાર સુધી કોઇ અપડેટ કેમ નથી આવ્યું. 

શેખરે ટ્વીટ કર્યું 'ઘણો સમય વિતી ગયો છે, પરંતુ સીબીઆઇએ સુશાંત સિંહ કેસમાં હજુ કોઇ નિર્ણાયક પુરાવા રજૂ કર્યા નથી. અધિકારીઓને અપડેટ કરવાની ચિંતા કરવી જોઇએ. થોડા સમય માટે મૌનનો અર્થ એ નથી કે અમે તેને છોડી દીધા છે અથવા તેના વિશે ભૂલી ગયા છીએ.

સુશાંત આ વર્ષે 14 જૂનના રોજ પોતાના મુંબઇ સ્થિત ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More