Home> Entertainment
Advertisement
Prev
Next

મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશાંતે કર્યું હતું 'આ' કામ, જેનો હવે થયો ચોંકાવનારો ખુલાસો  

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ સંબંધે દરરોજ કઈંક ને કઈંક સમાચાર ચર્ચામાં રહે છે. સુશાંતના મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ તરફથી હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે સુશાંત વિશે એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પહેલા એક ખાસ ફિલ્મ પર કામ કરવાની ચર્ચા કરી રહ્યો હતો. 

મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશાંતે કર્યું હતું 'આ' કામ, જેનો હવે થયો ચોંકાવનારો ખુલાસો  

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ સંબંધે દરરોજ કઈંક ને કઈંક સમાચાર ચર્ચામાં રહે છે. સુશાંતના મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ તરફથી હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે સુશાંત વિશે એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પહેલા એક ખાસ ફિલ્મ પર કામ કરવાની ચર્ચા કરી રહ્યો હતો. 

fallbacks

SSR ની મજાક ઉડાવવી ભારે પડી ગઈ રણવીર સિંહને!, જાણો શું છે મામલો

સુશાંત સિંહ રાજપૂતે મૃત્યુના બરાબર એક દિવસ પહેલા આ ફિલ્મ અંગે મેકર્સ સાથે વાત કરી હતી. સુશાંત, ડાઈરેક્ટર નિખિલ અડવાણીની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર હતો. કહેવાય છે કે આ ફિલ્મ 26/11 હુમલા પર આધારિત હતી. કહાની આતંકી અજમલ કસાબની આજુબાજુ દેખાડવામાં આવત. આ ફિલ્મ અંગે સુશાંત ખુબ ઉત્સાહિત હતો. 

53 વર્ષની ઉંમરે માધુરી દેખાય છે 30 વર્ષની, જાણો અભિનેત્રીના બ્યુટી સિક્રેટ્સ

અત્રે જણાવવાનું કે આ ફિલ્મને લઈને સુશાંતની 13 જૂનના રોજ ટેલેન્ટ એજન્સીના ઉદય સિંહ ગૌરી સાથે વાત થઈ હતી. ગૌરીએ ફિલ્મમેકર નિખિલ અડવાણી, પ્રોડ્યુસર રમેશ તોરાની અને સુશાંતની પરસ્પર વાત કરાવી હતી. કહેવાય છે કે આ એક કોન્ફરન્સ કોલ હતો. ચારેય જણે સાત મિનિટ સુધી વાત કરી હતી. જે વધુ લાંબી નહતી. 

અક્ષય કુમારે યૂટ્યૂબરને મોકલી 500 કરોડની માનહાનિની નોટિસ, સુશાંત કેસમાં લીધું હતું નામ

આ દરમિયાન સુશાંતે મેકર્સ સાથે પોતાની જિજ્ઞાસા અને કયા પ્રકારે તે ફિલ્મમાં કામ કરવા માંગે છે તે શેર કર્યું હતું. આ સાથે જ આ મામલે વિસ્તારથી વાત કરવા માટે ડેટ પણ ફિક્સ કરાઈ હતી. જે મુજબ 15 જૂનના રોજ તેમની વચ્ચે ફરીથી ફિલ્મ પર ચર્ચા થવાની હતી. પરંતુ તેના બરાબર એક દિવસ પહેલા 14 જૂને સુશાંતનું નિધન થઈ ગયું. 

મનોરંજન જગતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More