Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતના મિત્રો રિયા, મહેશની પૂછપરછ કરશે પોલીસ, અભિનેતાએ બંન્નેને કર્યો હતો છેલ્લો કોલ


અભિનેતાના મોબાઇલ રેકોર્ડ પ્રમાણે તેણે પોતાનો છેલ્લો કોલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કર્યો હતો. પરંતુ બંન્નેએ સુશાંતનો કોલ રિસીવ કર્યો નથી.

 સુશાંતના મિત્રો રિયા, મહેશની પૂછપરછ કરશે પોલીસ, અભિનેતાએ બંન્નેને કર્યો હતો છેલ્લો કોલ

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં પોલીસ તપસ કરી રહી છે. અભિનેતાના મોબાઇલ રેકોર્ડ પ્રમાણે તેણે પોતાનો છેલ્લો કોલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને લગાવ્યો હતો. પરંતુ બંન્નેએ કોલ રિસીવ કર્યો નથી. આ કેસને આગળ લઈ જતા પોલીસ બંન્નેની પૂછપરછ કરશે. 

fallbacks

રિપોર્ટ પ્રમાણે 13 જૂને રાત્રે 12 કલાક બાદ સુશાંતે રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કોલ કર્યો હતો, પણ બંન્નેએ જવાબ આપ્યો નથી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને સવારે 6.30 કલાકે ઉઠ્યો હતો. સવારે 9.30 કલાકે તેણે બહેન સાથે ફોન પર વાત કરી હતી. આશરે 10.30 કલાકે સુશાંત પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને જ્યૂસ લીધુ અને ફરી રૂમમાં ગયો હતો. થોડા સમય બાદ નોકર લંચનું પૂછવા ગયો તો દરવાજો બંધ હતો અને અંદરથી કોઈ જવાબ મળ્યો નથી. સાથે રહેતા મિત્રો અને નોકરોએ સુશાંતને ફોન પણ કર્યો પરંતુ ફોન ન રિસીવ થતા બધા ડરી ગયા હતા. 

આ છે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
રૂમ ન ખોલવા પર ચાવી વાળાને બોલાવવામાં આવ્યો હતો. ચાવી વાળાએ લોક ખોલી આપ્યો હતો. રૂમમાં પંખા સાથે સુશાંતનો મૃતદેહ લટકેલો જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. પરંતુ પોલીસને રૂમમાંથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. અભિનેતાની આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. રિયા અને મહેશ સિવાય પોલીસ સુશાંતના કેટલાક મિત્રોની પૂછપરછ કરશે. હાલ અભિનેતાના મોત પર કોઈનું નિવેદન આવ્યું નથી. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે સુશાંતનું મોત ફાંસીને કારણે શ્વાસ બંધ થવાથી થયું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy birthday meri jaan.. @memaheshshetty 💥❤️🍻

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

મહત્વનું છે કે રિયા ચક્રવર્તી જાણીતી મોડલ અને અભિનેત્રી છે. સુશાંત સંગ તેના અફેરની પણ ચર્ચા હતી. બંન્ને થોડા સમય પહેલા વેકેશન પર પણ સાથે ગયા હતા. તો મહેશ શેટ્ટી સુશાંત સાથે પવિત્ર રિશ્તા સીરિયલમાં કામ કરી ચુક્યા છે. તે સુશાંતનો કો-એક્ટર અને મિત્ર હતો. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More