Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત સિંહ પર લાગ્યો 'શોષણ'નો આરોપ, બચાવમાં પર્સનલ મેસેજના સ્ક્રિનશોટ શેર કર્યાં

હાલના દિવસોમાં યૌન શોષણની અનેક ઘટનાઓ વચ્ચે બોલિવૂડના મોટા મોટા નામ સામે આવી રહ્યાં છે.

સુશાંત સિંહ પર લાગ્યો 'શોષણ'નો આરોપ, બચાવમાં પર્સનલ મેસેજના સ્ક્રિનશોટ શેર કર્યાં

નવી દિલ્હી: હાલના દિવસોમાં યૌન શોષણની અનેક ઘટનાઓ વચ્ચે બોલિવૂડના મોટા મોટા નામ સામે આવી રહ્યાં છે. આવામાં જોધપુરમાં પોતાની ફિલ્મ કિજ્જે ઔર મન્નીનું શુટિંગ કરી રહેલા સુશાંત સિંહ રાજપૂત પર પોતાની કો-સ્ટારને 'ઓવર ફ્રેન્ડલી' વ્યવહારના પગલે પરેશાન અને 'અસહજ' કરવાના અહેવાલો સામે આવ્યાં  હતાં. એવા અહેવાલ છે કે સુશાંતની હરકતોએ તેની નવી કો-સ્ટાર સંજના સંઘીને ખુબ પરેશાન કરી નાખી હતી. પરંતુ આ બધા વચ્ચે સુશાંતે સ્પષ્ટતા કરતા કહ્યું કે સંજના સાથે જે વાત થઈ તેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

fallbacks

fallbacks

હકીકતમાં એવા અહેવાલો આવી રહ્યાં હતાં કે સુશાંતે ફિલ્મના સેટ પર સંજનાને એટલી પરેશાન કરી કે તેણે દિગ્દર્શક મુકેશ છાબડાને તેની ફરિયાદ કરી. જ્યારે મુકેશે આ મામલાની ચૂપચાપ પતાવટ કરવાની કોશિશ કરી. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે એક સૂત્રના હવાલે ખબર આપી છે કે આ બધુ થવા છતાં બીજા દિવસે સંજનાના માતા પિતા પણ સેટ પર પુત્રી સાથે થઈ રહેલી આવી હરકતોની ફરિયાદ કરવા પહોંચી ગયા હતાં. જો કે માતા પિતાની આ ચિંતાને પણ એમ કહીને ઉડાવી દેવાઈ કે ફિલ્મોના સેટ ઉપર આવો વ્યવહાર નોર્મલ છે. 

આ બધી ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર સુશાંત ટ્રોલ થઈ રહ્યો હતો આથી તેણે પોતાના તરફથી ખુલાસો આપ્યો છે. સુશાંતે ટ્વિટર પર લખ્યું કે મને ખુબ ખરાબ લાગી રહ્યું છે કે હું અમારા વચ્ચેની પર્સનલ જાણકારી શેર કરી રહ્યો છું. પરંતુ મને લાગે છે કે આખરે થયું શું હતું તે હવે આ બતાવ્યાં સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારી ફિલ્મના શુટિંગના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી આ વાતો અમારા વચ્ચે થઈ છે. 

અત્રે જણાવવાનું કે કાસ્ટિંગ ડાઈરેક્ટર મુકેશ છાબડા ફિલ્મ 'કિજ્જે ઔર મન્ની' થી પોતાની દિગ્દર્શનની કારકિર્દીની શરૂઆત કરી રહ્યાં છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ફોલ્ટ ઈન માય સ્ટાર્સનું હિંદી વર્ઝન છે. ફિલ્મથી સંજના પોતાની બોલિવૂડ કેરિયરની શરૂઆત કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More