નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાન सालियान (Disha Salian) વચ્ચે કામને લઈને ખુબ વાતચીત થતી હતી. બંન્નેએ એપ્રિલમાં બે અલગ-અલગ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. જેનો ખુલાસો બંન્નેના વોટ્સએપ ચેટ (WhatsApp Chat)થી થયો છે. હવે આ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
બંન્ને વચ્ચે વાતચીત 2 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે થઈ હતી, જેમાં ત્રણ વાર બંન્નેએ પબ્જી મોબાઇલ ગેમ (PUBG Mobile Game) અને ખાદ્ય તેલની બ્રાન્ડના પ્રમોશનને લઈને વાતચીત કરી હતી. બંન્નેના ચેટ તે વાત તરફ ઈશારો કરી રહ્યાં છે કે સુશાંત સિંહ રાજપૂત કામ કરવા તૈયાર હતો અને તે સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ બંન્ને પ્રોજેક્ટ આગળ ન વધી શક્યા.
દિશાએ 2 એપ્રિલે સુશાંતને ફુડ ઓયલ બ્રાન્ડનું પ્રમોશન કરવાની વાત કરી હતી. દિશાએ તેના કોન્ટ્રાક્ટ વિશે જણાવ્યું હતું અને સાથે તે પણ કહ્યું હતું કે, તે 60 લાખ રૂપિયા તેના માટે બોલવા જઈ રહી છે. સુશાંતે દિશાને બ્રાન્ડનું નામ પૂછ્યું હતું, જુઓ ચેટના સ્ક્રીનશોટ.
દિશાએ ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતને 7 એપ્રિલે મેસેજ કર્યો અને જણાવ્યું કે, પબ્જી મોબાઇલ ગેમિંગ કંપની પોતાનું ડિજિટલ કેમ્પેઇન (Digital Campaign) લોન્ચ કરવા ઈચ્છે છે અને તે ઈચ્છે છે કે સુશાંત લોકો સાથે વાત કરે અને અપીલ કરે કે, 'લોકો ઘર પર રહે અને પબ્જી રમે. ખાસ કરીને કોરોના વાયરસના સમયમાં.'
મહત્વનું છે કે દિશા સાલિયાને 8 જૂને મુંબઈની એક બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો, તો સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. લોકો આ બંન્ને મોતની વચ્ચે લિંક શોધી રહ્યાં છે, પરંતુ તપાસ અધિકારીઓને બંન્ને વચ્ચે કોઈ લિંક મળી નથી. બંન્નેએ માત્ર પાંચ દિવસની અંદર પોતાનો જીવ આપી દીધો હતો. પરંતુ લોકો માગ કરી રહ્યાં હતા કે બંન્નેના મોતની ફરીથી તપાસ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે