મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. એક સફળ અભિનેતાના આટલા જલદી ચાલ્યા જવાથી બધા દુખી છે. સુશાંતે ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યુ હતુ અને ઘણીમાં કરવાનો હતો. પરંતુ હવે તેના અલવિદા કહ્યા બાદ તેની છેલ્લી ફિલ્મને દર્શકો સામે રજૂ કરવામાં આવશે.
રિલીઝ થવા જઈ રહી છે સુશાંતની છેલ્લી ફિલ્મ
અમે વાત કરી રહ્યાં છીએ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની. જેને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. સુશાંતની આ ખાસ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. 24 જુલાઈએ દેશભરમાં સુશાંતની છેલ્લી ફિલ્મને ડિજ્ની હોટસ્ટાર પર જોઈ શકાશે. ફિલ્મના ડાયરેક્ટરથી લઈને પ્રોડ્યૂસર અભિનેતાને પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે અને ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરી રહ્યં છે.
ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડા પોતાની ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે. સુશાંતના ગયા બાદ તેમના માટે આ પ્રોજેક્ટ વધુ ખાસ થઈ ગયો છે. તેઓ કહે છે કે- સુશાંત મારી ફિલ્મમાં માત્ર હીરો નહતો, પરંતુ મારો નજીકનો દોસ્ત હતો. તે મારા સુખ-દુખમાં મારી સાથે રહેતો હતો. અમારો સંબંધ કાયપો છે ફિલ્મના સમયથી છે. સુશાંતે મને વચન આપ્યું હતું કે, તે મારી પ્રથમ ફિલ્મમાં કામ કરશે. અમે ઘણા પ્લાન બનાવ્યા હતા અને સપના જોયા હતા, પરંતુ ક્યારેય વિચાર્યુ નહતુ કે આ ફિલ્મ તેના વગર રિલીઝ કરીશ. આ ફિલ્મ બનાવવા સમયે તેણે ઘણો પ્રેમ દેખાડ્યો હતો, તો પ્રેમ અમને ફિલ્મ રિલીઝ કરવામાં મદદ કરી રહ્યો છે.
આ ફિલ્મને ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી રહી છે કે Walt Disney Companyના ચેરમેન ઉદય શંકરે પણ ખુશી વ્યક્ત કરી છે. તેઓ કહે છે- અમને ખુશી છે કે આ મહાન અભિનેતાના વારસાને જાળવી રાખવા માટે કંઇ કરી શકીએ છીએ. દિલ બેચારાને સીધી ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મને સબ્સક્રાઇબર અને નોન સબ્સક્રાઇબર બંન્ને જોઈ શકશે.
દિલ બેચારાની વાત કરીએ તો તે હોલીવુડ ફિલ્મ The Fault in our Stars ની રીમેક છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘીને કાસ્ટ કરવામાં આવી છે. દિલ બેચારા દ્વારા તે બોલીવુડમાં પર્દાપણ કરી રહી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો પણ કેમિયો જોવા મળશે. ફિલ્મની સાથે મ્યૂઝિક કંપોઝર એ આર રહેમાન અને અમિતાભ ભટ્ટાચાર્ય પણ જોડાયેલા છે. હવે સુશાંત આપણી વચ્ચે નથી એટલે ફેન્સ તેની આ છેલ્લી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે