નવી દિલ્હી: વર્ષ 2020 એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. ઇરફાન ખાન, ઋષિ કપૂરના નિધન બાદ હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. સુશાંત સિંહ રાજપૂતએ ફાંસી લગાવી જીવ ગુમાવી દીધો છે.
સુશાંત સિંહ રાજપૂતએ એકદમ ઓછા સમયમાં સફળતા પ્રાપ્ત કરી હતી. ટીવીથી માંડીને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં તેમનો સિક્કો ખૂબ ચમક્યો. સુશાંત સિંહ રાજપૂતની શર્મીલી સ્માઇલના દરેક દિવાના હતા. આવો જોઇએ સુશાંત સિંહ રાજપૂતની કેટલીક અનદેખી તસવીરો...
સોમવારે સાંજે સુશાંત સિંહ રાજપૂતના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભારે વરસાદમાં પણ સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરનાર એક્ટર અને મિત્રો તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. સુશાંત સિંહના ઘરની બહાર શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન સાથે ઘણા સેલિબ્રિટીઝ જોવા મળ્યા. આ બધાએ સુશાંતને ભારે મનથી અલવિદા કહ્યું.
(ફોટો સાભાર: Manav Manglani instagram)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે