નવી દિલ્હી: દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને દુનિયા અને સિનેમામાં તેમના યોગદાન માટે કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીથી વિશેષ સન્માન મળ્યું છે. સુશાંતની યૂએસ બેસ્ડ શ્વેતા સિંહ કીર્તિએ શનિવારે ઇંસ્ટાગ્રામ પર એક તસવીરની સાથે આ સમાચાર શેર કરી. તસવીરમાં શ્વેતાએ અભિનેતાને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલું પ્રમાણ પત્ર બતાવ્યું છે.
શ્વેતાએ લખ્યું 'ભારતીય સ્વતંત્રતા દિવસના અવસર પર કેલિફોર્નિયાએ મારા ભાઇ (સુશાંત)ના સમાજમાં આપેલા યોગદાનને ઓળખ અને સન્માન આપ્યું. કેલિફોર્નિયા અમારી સાથે છે.. અને તમે? કેલિફોર્નિયા તમને સમર્થન માટે ધન્યવાદ.'
પ્રમાણપત્રમાં કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી સુશાંતને તેમના 'બોલીવુડ સિનેમાં તેમના યોગદાન અને સમુદાય માટે પરોપકારી કામો સાથે-સાથે ભારતની સમૃદ્ધિ સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસો માટે વિશેષ પ્રશંસા કરે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
સુશાંત 14 જૂનના રોજ પોતાના નિવાસ સ્થાળે મૃત મળી આવ્યા હતા. તેમના પરિવારે તેમની પ્રેમિકા, અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર પર આત્માહત્યા માટે ઉશ્કેરવા સહિત ઘણા આરોપ લગાવતાં એક ફરિયાદ નોંધાવી છે. દિવંગત અભિનેતાના પરિવાર, પ્રશંસકો અને મિત્રોએ તેમની મોતની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે