Home> Entertainment
Advertisement
Prev
Next

શું મોત બાદ સુશાંતને ફાંસી પર લટકાવવામાં આવ્યો? CBIની સામે નવો સવાલ


રિયાએ સુશાંતનો નંબર બ્લોક કેમ કર્યો? સુશાંતને શું બીમારી હતી? ક્યા ડોક્ટર હતા જે તેની સારવાર કરી રહ્યાં હતા? આવા સવાલ છે જે આજે સીબીઆઈ રિયાને પૂછી શકે છે. 

શું મોત બાદ સુશાંતને ફાંસી પર લટકાવવામાં આવ્યો? CBIની સામે નવો સવાલ

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ જ્યારથી સીબીઆઈના હાથમાં આવ્યો છે, ત્યારથી તપાસ ખુબ ઝડપી બની છે. સીબીઆઈની ટીમ સતત પૂછપરછ અને તપાસ કરી રહી છે. હવે આ મામલે એક નવો એંગલ તપાસમાંથી સામે આવ્યો છે. સુશાંતના મોતના કારણોને લઈને શરૂઆતથી ઘણા સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતા અને હવે કહેવામાં આવી રહ્યું છે કે તે વાતની પૂરી સંભાવના છે કે કોઈએ મોત બાદ કે બેહોશની સ્થિતિમાં સુશાંતને ફાંસી પર લટકાવ્યો હોય. 

fallbacks

સૂત્રો પ્રમાણે સીબીઆઈ પણ આ વાતની સંભાવના વ્યક્ત કરી રહી છે. આ મામલામાં તપાસ એજન્સી આજે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. રિયાએ સુશાંતનો નંબર બ્લોક કેમ કર્યો? સુશાંતને શું બીમારી હતી? ક્યા ડોક્ટર હતા જે તેની સારવાર કરી રહ્યાં હતા? આવા સવાલ છે જે આજે સીબીઆઈ રિયાને પૂછી શકે છે. 

સુશાંતના એકાઉન્ટન્ટ રજતની CBIએ કરી પૂછપરછ, રિયાની એન્ટ્રી બાદ ગઈ હતી નોકરી  

મહત્વનું છે કે આ મામલામાં સીબીઆઈ ક્રાઇમ સીન પર હાજર નીરજ, સિદ્ધાર્થ અને દિપેશની પૂછપરછ કરી ચુકી છે. મોડી રાત સુધી રજત મેવાતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં બધાને સુશાંત અને રિયાના સંબંધો વિશે વાત કરી અને પૂછવામાં આવ્યું કે, સુશાંતની જિંદગીમાં રિયાની કેટલી દખલ હતી? તેના પૈસામાં કેટલી દખલ હતી? નાણા સંબંધીત ઘણા સવાલ સીબીઆઈને પૂછ્યા હતા. 

રિયા છે તપાસની આગામી કડી
ઇન્ટોગેશનમાં આશરે ત્રણેયના જવાબ રિયા પર જઈને પૂરા થઈ રહ્યાં હતા. જેથી હવે રિયા આ મામલાની મહત્વની કડી છે. જેની પૂછપરછ થવાની છે. આજે કોઈપણ સમયે સીબીઆઈ રિયાની પૂછપરછ કરશે. મહત્વનું છે કે સુશાંતના કરોડો ફેન્સ અને તેમનો પરિવાર શરૂઆતથી તે વાત કહેતો રહ્યો છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More