Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતના આપઘાત પાછળ કોઈ ષડયંત્ર છે? પિતરાઇ ભાઇ નીરજ બબલૂએ આપ્યુ આ નિવેદન


સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં થવાના છે. તેના પિતા અને પરિવારજનો પટનાથી મુંબઈ માટે રવાન થઈ ગયા છે. 

સુશાંતના આપઘાત પાછળ કોઈ ષડયંત્ર છે? પિતરાઇ ભાઇ નીરજ બબલૂએ આપ્યુ આ નિવેદન

બૃજેષ મિશ્રા/પટનાઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતના સમાચાર બાદથી બોલીવુડના દિગ્ગજોથી લઈને રાજનીતિ વર્તુળોના લોકો પણ શોકમાં છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત રહ્યો નથી તેનો કોઈને વિશ્વાસ આવી રહ્યો નથી. તેનો પરિવાર અને ફેન્સ બધા દુખી છે પરંતુ કોઈને સુશાંતના મોતનું કારણ ખબર નથી. સવાલ તે છે કે સુશાંતની અચાનક આત્મહત્યા કરવાનું સત્ય ક્યારેય સામે આવશે કે નહીં. 

fallbacks

આજે મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેનો પરિવાર પટનાથી મુંબઈ માટે રવાના થઈ ગયો છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતરાઈ ભાઈ ધારાસભ્ય નીરજ બબલૂએ આજે સવારે જણાવ્યું કે, સવારે સાડા અગિયારે તેના પિતાની સાથે પરિવાર મુંબઈ માટે રવાના થવાનો છે. 

સુશાંત સિંહ રાજપૂતની આત્યહત્યા પર પરેશાન કરે છે અંકિતા લોખંડે, કૃતિ સેનન અને રિયા ચક્રવર્તીનું મૌન!

બબલૂએ કહ્યુ, અમે પાર્થિવ શરીરને બિહાર લાવવા ઈચ્છતા હતા પરંતુ કોરોના સંક્રમણને કારણે મંજૂરી મળી નથી. ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુશાંતની બહેન અમેરિકામાં રહે છે, તે આવશે નહીં. બાકી બહેનો ત્યાં પહોંચી ચુકી છે. 

તેમણે કહ્યુ, વિશ્વાસ નથી આવતો કે જે બીજાનો જુસ્સો વધારતો હતો, તે ખુદ આમ કેમ કરી શકે છે. ફિલ્મ મળવી કે ફિલ્મ હાથમાંથી નિકળી જવી કોઈ મોટી વાત નથી. ઘટનાની પાછળ ષડયંત્ર છે કે નહીં ત્યાં જઈને તપાસ કરીશ. સુશાંતના એક બનેવી પોલીસ ઓફિસર છે. તે ખુદ ત્યાં પહોંચી ચુક્યા છે. 

તે એક ફિલ્મ જેમાં કામ ન કરી શકવાનું સુશાંત સિંહ રાજપૂતને હંમેશા રહ્યુ દુખ  

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના બનેવી ઓપી સિંહ, જે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશિયલ ઓફિસરના રૂપમાં તૈનાત છે, તેમને ઘટનામાં કંઇક ષડયંત્રની આશંકા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More