Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવતી વિરૂદ્ધ નોંધાવી FIR

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ મથકમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. રિયા પર પ્રેમમાં સુશાંત સિંહ રાજપૂતને ફસાવીને પૈસા પડાવવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. કેસ નંબર 241/20 છે. પટનાથી ચાર પોલીસવાળાઓની ટીમ મુંબઇ પહોંચી છે. 

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવતી વિરૂદ્ધ નોંધાવી FIR

પટના: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ મથકમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. રિયા પર પ્રેમમાં સુશાંત સિંહ રાજપૂતને ફસાવીને પૈસા પડાવવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. કેસ નંબર 241/20 છે. પટનાથી ચાર પોલીસવાળાઓની ટીમ મુંબઇ પહોંચી છે. 

fallbacks

આઇપીસી કલમ 341, 342 , 380, 406, 420, 306 ,506 હેઠળ સુશાંત સિંહ રાજપૂતના પરિવારને શંકા છે કે રિયા ચક્રવતી અને તેના પરિવારવાળાઓએ સુશાંત સિંહને દગો આપ્યો અને તેના પૈસા હડપી લીધા. પટનાના એસએસપી ઉપેન્દ્ર શર્માના આદેશ પર રાજીવ નગરની પોલીસ પ્રભારીને આ કેસના આઇઓ બનાવવામાં આવ્યા છે. આ ટીમ મુંબઇ પોલીસ સાથે મળીને તેના કેસ ડાયરી ઉપરાંત અન્ય જરૂરી કાગળો પ્રાપ્ત કરશે. ટીમમાં બે ઇન્સપેક્ટર અને બે સબ ઇન્સપેક્ટર સામેલ છે. 

સુશાંત કેસ: આત્મહત્યાના ચાર દિવસ પહેલાની 'વોટ્સએપ ચેટ' સામે આવી, જાણો શું લખ્યું છે?

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસે રિયા ચક્રવતી સાથે 11 કલાક પૂછપરછ કરી હતી. તો બીજી તરફ થોડા દિવસો પહેલાં રિયા ચક્રવતીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને આ મામલે સીબીઆઇ તપાસની માંગ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 

Sushant suicide case: મુંબઇ પોલીસને મળી Vicera રિપોર્ટ, સામે આવી આ જાણકારી

પોલીસને તેમની પાસેથી કોઇ સુસાઇટ નોટ મળી ન હતી. સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેમના શરીર પર કોઇપણ પ્રકારની ઇજાના નિશાન મળ્યા ન હતા. તેમાં જણાવવામાં આવ્યું છે કે તેમની મોત ફાંસીના કારણે શ્વાસ રૂધાંતા થઇ હતી. ત્યારબાદ તેમની પ્રોવિજનલ વિસરા રિપોર્ટ સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના શરીરમાં કોઇપણ પ્રકારનું કેમિકલ અથવા ઝેર મળી આવ્યું ન હતું. 

હવે સુશાંત સિંહ રાજપૂતનો ફાઇનલ વિસરા રિપોર્ટ સામે આવ્યો છે. ફાઇનલ વિસરા રિપોર્ટના આધારે પોલીસે કોઇપણ પ્રકારની ગરબડી હોવાની મનાઇ કરી છે. વિસરા રિપોર્ટ બાદ પોલીસે જણાવ્યું કે સુશાંતના શરીરમાં કોઇપણ પ્રકારનું ઝેર અથવા રસાયણ મળી આવ્યું નથી. 

આ સાથે જ તમને જણાવી દઇએ કે મુંબઇ પોલીસ આ કેસમાં અત્યાર સુધી રિયા ચક્રવતી, આદિત્ય ચોપડા, સંજય લીલા ભણસાલી અને મહેશ ભટ્ટ સહિત ફિલ્મ ઇંડસ્ટ્રી સાથે સંકળાયેલા મોટા ચહેરાઓ સાથે પૂછપરછ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More