મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસે અત્યાર સુધી 9 લોકોના સ્ટેટમેન્ટ નોંધ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં રહ્નાર સિદ્ધાર્થ પીઠાણી (ક્રિએટિવ મેનેજર) દીપેશ સાવંત (ઘરની દેખરેખ કરનાર અને સામાન લેનાર-રસોઇયો) અને ચાવીવાળાનું નિવેદન પહેલાં લેવામાં આવ્યું છે.
મંગળવારે પિતા અને 2 બહેનોનું નિવેદન લેવામાં આવ્યું છે. તો બીજી તરફ મુંબઇમાં રહેનાર બહેનનું નિવેદન હજુ અધુરું છે, જ્યારે મિત્ર મહેશ શેટ્ટીનું નિવેદન લેવામાં આવ્યું છે. સુશાંત સિંહ રાજપૂતની મિત્ર રિયા ચક્રવતીનું નિવેદન નોંધવા માટે જલદી જ બોલાવવામાં આવશે.
તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતના નિધને બોલીવુડને બે તબક્કામાં વહેંચી રહ્યા છે. એક તબક્કા પર આરોપ લાગી રહ્યા છે, જેમાં ફ્ક્ત તેમના શુભેચ્છકો અને નજીકનાને મહત્વ આપી રહ્યું છે મંગળવારે સુશાંત સિંહ રાજપૂતના રોજ સુશાંત સિંહ રાજપૂત પર તેમના સાવકા ભાઇ અને પૂર્વ ધારાસભ્ય નીરજ બબલૂએ મોટો આરોપ લગાવ્યો છે. નીરજ બબલૂનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતએ જે સ્થાન 10 વર્ષમાં કર્યું, તેનાથી બોલીવુડના ઘણા લોકો ઇર્ષા કરી રહ્યા હતા અને તે સ્થાન પર આજે પણ કોઇ પહોંચી શક્યું નથી.
તેમણે કહ્યું કે સમય આવતાં તે લોકોના નામ પણ લેશે અને તેમને રાજ્ય સરકાર પાસે આ કેસની તપાસની પણ માંગ કરી છે, જેને સ્વિકારી પણ લેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતએ રવિવારે સવારે મુંબઇમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે