Home> Entertainment
Advertisement
Prev
Next

ઘરમાં કામ કરતાં આવી થઇ ગઇ હતી સુષ્મિતા સેનની ભાભીની હાલત, ત્યારે પાછળથી આવીને પતિએ કરી આવી હરકત

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને જાણિતી ટેલીવિઝન અભિનેત્રી ચારૂ અસોપા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ચારૂ અસોપા અવાર નવાર પતિ રાજીવ સેન અને પુત્રી સાથે પોતાની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. હવે એકવાર ફરી ચારૂએ એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

ઘરમાં કામ કરતાં આવી થઇ ગઇ હતી સુષ્મિતા સેનની ભાભીની હાલત, ત્યારે પાછળથી આવીને પતિએ કરી આવી હરકત

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને જાણિતી ટેલીવિઝન અભિનેત્રી ચારૂ અસોપા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ચારૂ અસોપા અવાર નવાર પતિ રાજીવ સેન અને પુત્રી સાથે પોતાની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. હવે એકવાર ફરી ચારૂએ એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

fallbacks

ઘરમાં કામ કરી રહી હતી ચારૂ
આ વીડિયોમાં ચારૂ આસોપા અને રાજીવ સેન વચ્ચે એકદમ જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. તમે જોઇ શકો છો કે વીડિયોની શરૂઆતમાં ચારૂ લોટ બાંધી રહી છે. આ દરમિયાન સાડી પહેરેલી ચારૂના વાળ તેના ચહેરા પર આવી રહ્યા છે. ચારૂ વાળૅની લટને પાછળ કરવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે પરંતુ તેમના હાથમાં લોટ ચોંટેલો છે જેના કારણે તે વાળને પાછળ કરી શકતી નથી. 

રોમાન્સ કરવા લાગ્યો પતિ
એવામાં પાછળથી અચાનક રાજીવ આવે છે અને એકદમ રોમેન્ટિક અંદાજમાં ચારૂના વાળ હટાવે છે અને પછી તેને પાછળથી હગ કરી લે છે. ત્યારબાદ બંને એકબીજામાં ખોવાઇ જાય છે. રાજીવ અને ચારૂનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

રાજીવ ચારુનો લુક
આ દરમિયાન ચારૂ લાલ સાડીમાં સુંદર લાગી રહી છે તો બીજી તરફ રાજીવ પણ કેજુઅલ લુકમાં ખૂબ ડેશિંગ લાગી રહી છે. રાજી અને ચારૂ બંને એકબીજા સાથે પોતાની એક એકથી ચઢિયાતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. 

ખટાસના સમાચાર
તાજેતરમાં જ આ બંને સ્ટાર્સે એકબીજાને ઇંસ્ટા પરથી અનફોલો કર્યા છે. જોકે આ બંને સ્ટાર્સના સંબંધમાં ખટાસના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જિયાનાના જન્મ દિવસના થોડા સમય બાદ ચારૂ પોતાના પિયર બિકાનેર જતી રહી હતી. ત્યારબાદથી તે ત્યાંજ  છે પરંતુ મુંબઇ પરત ફરી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More