Home> Entertainment
Advertisement
Prev
Next

સુસ્મિતાને મળી ગયો છે સુપરહોટ બોયફ્રેન્ડ, ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે તસવીર !

42 વર્ષની સુસ્મિતાનું નામ આ પહેલાં અનેક સેલિબ્રિટીઝ અને બિઝનેસમેન સાથે ચર્ચાઈ ગયું છે

સુસ્મિતાને મળી ગયો છે સુપરહોટ બોયફ્રેન્ડ, ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે તસવીર !

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. અફવા છે કે હાલમાં મોડલ રહોમન શોલ અને સુસ્મિતા સેન ડેટિંગ કરી રહ્યા છે. જોકે આ વાતની હજી સુધી પુષ્ટિ નથી થઈ શકી. સુસ્મિતા અને રહોમન હાલમાં એક ફેશન શોમાં સાથેસાથે જોવા મળ્યા હતા અને તેમની નિકટતા જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંનેના સંબંધો મિત્રતા કરતા વિશેષ છે. 

fallbacks

fallbacks

fallbacksfallbacks

fallbacks

સુસ્મિતા અને રહોમન હાલમાં જ મળ્યા છે અને એટલે પોતાની રિલેશનશીપનો લોકો સામે ખુલાસો નથી કરી રહ્યા. મીડિયા પોર્ટલ સ્પોટબોય પ્રમાણે સુસ્મિતાની દીકરીઓ રિની અને અલિશાહ સાથે રોહમનની સારી એવી મિત્રતા થઈ ગઈ છે. 

42 વર્ષની સુસ્મિતાનું નામ અનેક સેલિબ્રિટીઝ અને બિઝનેસમેન સાથે જોડાયું છે પણ તેણે કોઈ સાથે લગ્ન નથી કર્યા. સુસ્મિતાનું નામ એક્ટર રણદીપ હુડ્ડા અને વિક્રમ ભટ્ટ સહિત અને લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. 19 વર્ષની વયે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુસ્મિતાની બોલિવૂડ કરિયર ખાસ નહોતી. સુસ્મિતા છેલ્લીવાર 2010માં આવેલી ફિલ્મ 'દુલ્હા મિલ ગયા' અને 'નો પ્રોબ્લેમ'માં જોવા મળી હતી. 

તસવીરો : યોગેન શાહ

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More