Home> Entertainment
Advertisement
Prev
Next

આવતા વર્ષે લગ્ન કરવાની છે સુસ્મિતા સેન ? આવી રીતે આપી હિન્ટ....

હાલમાં સુસ્મિતા અને બોયફ્રેન્ડ રૂહમન શોલના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા છે

આવતા વર્ષે લગ્ન કરવાની છે સુસ્મિતા સેન ? આવી રીતે આપી હિન્ટ....

મુંબઈ : ભુતપુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન ફરીવાર પોતાના રોમેન્સના કારણે ચર્ચામાં છે. સુસ્મિતા આ વખતે પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. તેમની વચ્ચે ઘણી નિકટતા જોવા મળી રહી છે અને સમાચાર આવી રહ્યા છે કે તેઓ લગ્ન પણ કરવાના છે. મજાની વાત તો એ છે કે સુસ્મિતા અને રૂહમન વચ્ચે 15 વર્ષનો તફાવત છે અને સુસ્મિતા 15 વર્ષ મોટી છે. 

fallbacks

શનિવારે રાત્રે સુસ્મિતાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક્સરસાઇઝ કરતો મેસેજ લખ્યો હતો કે જે વાંચીને લાગે છે તે બહુ જલ્દી પોતાની રિલેશનશીપ અને લગ્નના ચર્ચાની સ્પષ્ટતા કરવાની છે. આ નાનકડા મેસેજમાં સુસ્મિતાએ મોટી વાત કરી દીધી છે. 

સુષ્મિતા અને રૂહમન અલગ-અલગ જગ્યા પર ડિનર કરતા જોવા મળ્યા છે. હાલમાં રૂહમન ગર્લફ્રેન્ડ સુષ્મિતાની દિકરીઓ રેની અને અલીશાની સાથે પણ જોવા મળ્યા છે. લેટેસ્ટ સમાચાર  પ્રમાણે સુસ્મિતા અને રૂહમન આવતા શિયાળામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કહ્યા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રૂહમન સામેથી સુષ્મિતાને પ્રપોઝ કર્યું હતું જે સુશે સ્વીકારી લીધું છે.

સુષ્મિતા અને રૂહમન છેલ્લા બે મહિનાથી એક બીજાની સાથે ડેટ કરી રહ્યા છે. બન્નેની મુલાકાત ફેશન ઈવેન્ટમાં થઈ અને બહુ સારા મિત્ર પણ બની ગયા. સુષ્મિતાની દિકરીઓ રેની અને અલીશા રૂહમનને લઈને ઘણી ખુશ છે. સુષ્મિતા સેનને એ વાતની ખુશી છે કે એમની પસંદને એમની દિકરીઓ પણ પસંદ કરે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More