Home> Entertainment
Advertisement
Prev
Next

વીણા મલિકે કર્યું ભારતીય જવાનનું અપમાન, લાલઘુમ થયેલી સ્વરાએ માર્યો ડિજીટલ લાફો

સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયામાં વીણા મલિકની ભારે ઝાટકણી કાઢી હતી

વીણા મલિકે કર્યું ભારતીય જવાનનું અપમાન, લાલઘુમ થયેલી સ્વરાએ માર્યો ડિજીટલ લાફો

મુંબઈ : હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાયેલી છે. હાલમાં બુધવારે સમાચાર આવ્યા હતા કે એરફોર્સના પાયલટ અભિનંદન વર્ધમાન પાકિસ્તાનના કબજામાં છે. આ સમાચારથી ભારતમાં લોકો તેને પરત લાવવાની સોશિયલ મીડિયામાં ડિમાન્ડ કરી રહ્યા હતા. આ સંજોગમાં આવામાં પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે વિંગ કમાન્ડરની મજાક કરતા એક ટ્વીટ કરી. વીણાની આ ટ્વીટનો ભારતીય એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે જડવાતોડ જવાબ આપ્યો છે.

fallbacks

અસલમાં પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિંગ કમાન્ડરની તસવીર સાથે ટ્વીટને તેની મજાક ઉડાવી હતી. આના પર સ્વરા ભાસ્કરે લખ્યું, ‘વીણા જી, તમારા પર અને તમારી બીમાર માનસિકતા પર શરમ આવે છે. અમારો ઓફિસર હીરો છે. છેવટે તે અધિકારીઓ પાસેથી શાલીનતા શીખો જે અમારા વિંગ કમાન્ડરની પૂછપરછ કરી રહ્યાં છે.’

fallbacks

'હેરા ફેરી 3'ની રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટા સારા સમાચાર

વીણા મલિક પાકિસ્તાની એક્ટ્રેસ છે, જે રિયાલિટી શો ‘બિગ બોસ’થી ભારતમાં લોકપ્રિય બની હતી. બાદમાં તે ન્યૂઝ એન્કર તરીકે પણ કામ કરતી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More