Home> Entertainment
Advertisement
Prev
Next

Swara Bhaskar નું ટ્વીટ, દેશને નવા પ્રધાનમંત્રીની જરૂર છે, લોકોએ કરી દીધી ટ્રોલ

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરી ચર્ચામાં આવી ગઈ છે. હવે તેણે કરેલા એક ટ્વીટ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

Swara Bhaskar નું ટ્વીટ, દેશને નવા પ્રધાનમંત્રીની જરૂર છે, લોકોએ કરી દીધી ટ્રોલ

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરે ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ચોપટ કરી દીધી છે. દરરોજ મહામારીથી સંક્રમિત થતા લોકોની સંખ્યા વધી રહી છે. તો હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. કોરોનાના વધતા કેસને કારણે સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં દવાઓ, બેડ અને ઓક્સિજનની કમી થવા લાગી છે. 

fallbacks

દેશની ઘણી હોસ્પિટલો આ દિવસોમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની કમીનો સામનો કરી રહ્યાં છે. આ વસ્તુને લઈને કેન્દ્ર અને રાજ્યની સરકારો લોકોના નિશાના પર આવી ગઈ છે. ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે નવા પ્રધાનમંત્રીની માંગ કરી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

હકીકતમાં હાલમાં પત્રકાર શેખર ગુપ્તાએ પ્રધાનમંત્રી મોદીને લઈને ટ્વીટ કર્યુ. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ- પ્રધાનમંત્રી મોદીને એક નવી ટીમની જરૂર છે. જો પીએમઓ ઈચ્છે છે કે દેશ ચાલતો રહે આગળ વધતો રહે. આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા સ્વરા ભાસ્કરે લખ્યું- ભારતને એક નવા પ્રધાનમંત્રીની જરૂર છે. જો ભારતીય ઈચ્છે છે કે તેના પ્રિયજનોને  શ્વાસ માટે હાફતા જોવા ઈચ્છતા નથી તો. 

સ્વરાને આ ટ્વીટ કરવું ભારે પડી ગયું છે. તેને લઈને સોશિયલ મીડિયા પર લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યાં છે. ટ્વિટર પર #SwaraBhasker ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક યૂઝરે લખ્યું- માફ કરો 2024 પહેલા આમ ન થઈ શકે. હવે સહન કરો. Sheetal Mansabdar Chopra નામની યૂઝર લખે છે- ખોટી સૂચના ફેલાવવા માટે આ મહિલા પર કાર્યવાહીની જરૂર છે. 

Sanatan Women એ લખ્યું- દુનિયાભરમાં લોકો શ્વાસ માટે હાફી રહ્યાં છે, તમારા ચીની બોસનો આભાર. અને અમારા પીએમ રાષ્ટ્રીય હિતોને વેચી રહ્યાં નથી અને માત્ર તે માટે અમે ક્યારેય નવા પ્રધાનમંત્રી ઈચ્છતા નથી. આ સિવાય અન્ય યૂઝરો પણ અભિનેત્રીને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More