નવી દિલ્હીઃ Shreegauri Sawant: પોતાની રિલેશનશિપને કારણે થોડા સમય પહેલા ચર્ચામાં આવેલી સુષ્મિતા સેન (Sushmita Sen) સોશિયલ મીડિયા પર હવે પોતાના નવા લુકને કારણે ચર્ચામાં છે. સુષ્મિતા સેને પોતાની નવી વેબ સિરીઝનો પ્રથમ લુક જાહેર કરી દીધો છે. આ લુકમાં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડરના લુકમાં જોવા મળવાની છે. અભિનેત્રીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બે હાથથી તાળી વગાડતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક દમદાર છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
શ્રીગૌરી સાવંતનો રોલ નિભાવશે
સુષ્મિતા સેને પોતાની આ વેબ સિરીઝનો પ્રથમ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો છે. જેમાં સુષ્મિતા સેન લાલ કલરનો મોટો ચાંદલો, રેડ લિપસ્ટિક લગાવી બંને હાથથી તાળી વગાડતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું- 'તાલી... બઝાઉંગી નહીં બઝવાઉંગી'. પ્રથમ લુક શ્રીગૌરી સાવંત તરીકે. હું આ અદ્ભુત વ્યક્તિત્વની ભૂમિકા ભજવીશ અને તેની વાર્તા આખી દુનિયાની સામે લાવીશ તેનાથી વધુ હું ગર્વ અનુભવી શકતો નથી.
કોણ છે ગૌરી સાવંત
હકીકતમાં ગૌરી સાવંતે ન માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાયના હકમાં અવાજ ઉઠાવયો પરંતુ તેણે સમાજમાં માન અને સન્માન અપાવવા માટે ખુબ કામ કર્યું છે. ઓછા લોકો જાણતા હશે કે ગૌરી સખી ચાર ચૌધી ટ્રસ્ટની સંસ્થાપક અને ડાયરેક્ટર પણ છે. આ ફિલ્મમાં તેના દ્વારા દતક લેવામાં આવેલી બાળકી અને તેના સંબંધની કહાની દેખાડવામાં આવશે.
આ પણ વાંચોઃ Multiplex Movie Ticket થઈ સાવ સસ્તી! હવે માત્ર અડધા ભાવમાં મળશે ફિલ્મની ટિકિટ, જાણો
આર્યામાં જોવા મળી હતી
આ પહેલા ગૌરી સાવંત 'આર્યા' વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં સુષ્મિતાએ આર્યાની ભૂમિકા ભજવી હતી. તેની ત્રણ સીઝન રિલીઝ થઈ ચુકી છે અને ચોથી સીઝનની દર્શકો રાહ જોઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે