Home> Entertainment
Advertisement
Prev
Next

તાપસીને મળી ધમાકેદાર ફિલ્મ, ઉંચા કોલર સાથે કરી જાહેરાત

મુલ્ક અને આર્ટિકલ 15 જેવી ફિલ્મો બનાવનાર અનુભવ સિંહાની આગામી ફિલ્મમાં તાપસી પન્નુ જોવા મળશે

તાપસીને મળી ધમાકેદાર ફિલ્મ, ઉંચા કોલર સાથે કરી જાહેરાત

મુંબઈ : તાપસી પન્નુની ગણતરી એવી હિરોઇનોમાં થાય છે જે ચેલેન્જિંગ રોલ કરવાનું પસંદ કરે છે. તેની દરેક ફિલ્મ એકબીજા કરતા સાવ અલગ હોય છે. પોતાની કરિયરમાં મુલ્ક, બદલા અને ગેમ ઓવર જેવી જેવી ફિલ્મો કરનાર તાપસીએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તાપસીની આગામી ફિલ્મમાં તે અનુભવ સિંહા સાથે કામ કરી રહી છે. 

fallbacks

મુલ્ક અને આર્ટિકલ 15 જેવી દમદાર ફિલ્મો કરનાર અનુભવ સિંહાએ બીજીવાર તાપસી સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે અને ડિરેક્ટર-એક્ટ્રેસની આ જોડી થપ્પડમાં સાથે કામ કરતી જોવા મળશે. તાપસીએ ટ્વિટ કરીને બહુ ગર્વથી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત કરતી વખતે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 8 માર્ચ, 2020ના દિવસે રિલીઝ કરવામાં આવશે. 

પ્રેસ કોન્ફરન્સમાં કંગનાની પત્રકાર સાથે તડાફડી અને પછી મચી ધમાલ, જુઓ VIDEO

આ ફિલ્મ મહિલા સશક્તિકરણ વિશે વાત કરતી એક મજબુત ફિલ્મ હશે અને એને રિલીઝ કરવા માટે 8 માર્ચ એટલે કે મહિલા દિવસની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ મહિના અંત સુધી શરૂ થવાની અપેક્ષા છે. તાપસી આ સિવાય 15 ઓગસ્ટે રિલીઝ થનારી અક્ષયકુમારની મંગલ યાનમાં મળશે. આ પછી તે 25 ઓક્ટોબરે રિલીઝ થનારી સાંડ કી આંખમાં જોવા મળશે. આ ફિલ્મમાં તાપસી સિવાય ભૂમિ પેડનેકરનો પણ મહત્વનો રોલ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More