નવી દિલ્હી: નાના પડદાનો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. આ શોએ અનેક નવા કલાકારોને ખાસ ઓળખ અપાવવામાં મદદ કરી છે. જેમાંથી એક નામ છે પ્રિયા આહૂજા. આમ તો પ્રિયા આ અગાઉ પણ અનેક શોનો ભાગ રહી ચૂકી છે. પરંતુ તારક મહેતા શોએ તેને એક ખાસ મુકામ અપાવ્યો.
સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે પ્રિયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પ્રિયા રિટા રિપોર્ટરના રોલમાં જોવા મળતી હોય છે. તે આમ તો ગણતરીના એપિસોડમાં જોવા મળે છે પરંતુ આ કારણે તેની ફેન ફોલોઈંગ ખુબ લાંબી થઈ ગઈ છે. આવામાં અભિનેત્રી પણ પોતાના ચાહકો સાથે હંમેશા સોશિય મીડિયા દ્વારા જોડાયેલી રહે છે. છાશવારે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
પ્રિયા અસલ જીવનમાં ખુબ બોલ્ડ છે અને તેની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે અભિનેત્રીએ ફરીથી પોતાના અલગ અલગ લૂક દર્શાવતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆતમાં તે મલ્ટી કલર ડ્રેસમાં જોવા મળે છે. ત્યારબાદ તે બ્લેક જંપસૂટ અને પછી વન શોલ્ડર ટોપ અને પોલકા ડોટ પેન્ટમાં જોવા મળે છે.
ફેન્સને ગમ્યો દરેક લૂક
પ્રિયાનો દરેક લૂક તેના ફેન્સ માટે ખાસ છે. તે દરેક લૂકમાં ખુબ જ હોટ અને સુંદર દેખાઈ રહી છે. ફેન્સ વચ્ચે હવે તેનો આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. ખાસ કરીને લોકો તેના પરફેક્ટ ફિગર પર ફિદા થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે