Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા : જેઠાલાલ બબીતા ની મોટી ઇચ્છા થઇ પૂર્ણ, જુઓ Viral Video

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા (taarak mehta ka oolta chashmah) ફેઇમ જેઠાલાલ (Jethalal) અને બબીતા (Babita) ની એક મોટી ઇચ્છા પૂર્ણ થઇ છે. ફેમસ ટીવી શો માં બબીતાનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તા (Munmun Dutta) અને જેઠાલાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે (Viral Video)

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા : જેઠાલાલ બબીતા ની મોટી ઇચ્છા થઇ પૂર્ણ, જુઓ Viral Video

નવી દિલ્હી : છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલમાં બબીતા બની છવાયેલી ટીવી એભિનેત્રી મુનમુન દત્તાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. આ વીડિયો અન્ય કોઇએ નહીં પરંતુ ખુદ મુનમુન દત્તાએ શેયર કર્યો છે. જેમાં તે જાણીતી ટીવી સિરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા (taarak mehta ka oolta chashmah) ના મુખ્ય કલાકાર જેઠાલાલ સાથે ઠુમકા લગાવી રહી છે. 

fallbacks

જેઠાલાલ અને બબીતા ને સાથે ટાન્સ કરતા જોઇ એમના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બબીતા ફેઇમ મુનમુન દત્તા ઘણી હોટ લાગી રહી છે. જુઓ વીડિયો

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Credits : Song : Maine Tujhko Dekha Movie : Golmaal Again Music : @tseries.official

A post shared by MUNMUN DUTTA 🧚🏻‍♀️🦋 (@mmoonstar) on

આપણે જોઇ શકીએ છીએ કે આ વીડિયો શોના શૂટિંગ દરમિયાનનો છે. જેમાં બંને સ્ટાર્સ સ્ટેજ પર પરફોમ કરી રહ્યા છે. આ વીડિયોમાં ઇશ્ક ફિલ્મનું ગીત નીંદ ચુરાઇ મેરી... પર ડાન્સ કરી રહ્યા છે. 

અહીં નોંધનિય છે કે, આ ટીવી શો માં અવારનવાર એવા કાર્યક્રમો બતાવાય છે કે જેમાં બધા કલાકારો સાથે મળીને કોઇ સ્પર્ધામાં ભાગ લેતા હોય. આ વીડિયો જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કોઇ મોટી ડાન્સ કોમ્પિટીશન જોવા મળે તો નવાઇ નહીં. 

બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More